ઇન્ટરનેશનલ

‘આ મોટી ભૂલ હશે’, અગાઉ સમર્થન આપ્યા બાદ હવે બાઇડેન ઈઝરાયલને ચેતવણી આપી રહ્યા છે

હમાસ સાથેના યુદ્ધમાં અમેરિકા ખુલ્લેઆમ ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. પરંતુ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગાઝા પટ્ટી પર ઈઝરાયલના કબજાને સમર્થન આપતા નથી. તેમણે કહ્યું હતું કે જો ઈઝરાયલ ગાઝા પર કબજો જમાવી લે તો તે મોટી ભૂલ હશે. જો કે, બાઇડેને એમ પણ કહ્યું હતું કે તેઓ ઇચ્છે છે કે હમાસનો સંપૂર્ણ નાશ થાય, કારણ કે હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી.

બાઇડેનને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે શું તેઓ આ સમયે ગાઝા પર ઇઝરાયલના કબજાને સમર્થન આપશે? આ સવાલના જવાબમાં બાઇડેને કહ્યું હતું કે, ‘મને લાગે છે કે આ એક મોટી ભૂલ હશે. જુઓ, મારા મતે, ગાઝામાં જે બન્યું તેના માટે હમાસ જવાબદાર છે. હમાસ તમામ પેલેસ્ટિનિયન લોકોનું પ્રતિનિધિત્વ કરતું નથી અને મને લાગે છે કે ગાઝા પર ફરીથી કબજો કરવો ઇઝરાયલ માટે ભૂલ હશે. અમે ઉગ્રવાદી હમાસ અને હિઝબુલ્લાહને બહાર કાઢવા માટે અંદર જઈ રહ્યા છીએ. આ એક મહત્વપૂર્ણ પગલું છે.’ જોકે, બાઇડેને આતંકવાદી સંસ્થા હમાસના સંપૂર્ણ નાશને સમર્થન આપ્યું હતું.


હમાસે 7 ઓક્ટોબરે ગાઝા પટ્ટીમાંથી ઇઝરાયલ પર હુમલો કરીને બધાને ચોંકાવી દીધા હતા. હમાસ દ્વારા હજારો રોકેટ છોડવામાં આવ્યા હતા. એટલું જ નહીં હમાસના લડવૈયાઓ હવાઈ, દરિયાઈ અને સરહદ દ્વારા ઈઝરાયલની સરહદમાં ઘૂસી ગયા હતા અને નાગરિકો પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં ઈઝરાયલમાં 1300થી વધુ લોકોના મોત થયા છે. જેમાં 29 અમેરિકન નાગરિકોનો સમાવેશ થાય છે. એટલું જ નહીં, હમાસે સેંકડો લોકોને બંધક પણ બનાવ્યા હતા. ચારે બાજુ દુશ્મનોથી ઘેરાયેલા ઇઝરાયલે પણ હમાસના હુમલાઓનો જબ્બર પ્રતિકાર કર્યો છે અને તેમના અનેક લક્ષ્ય સ્થાનોને નષ્ટ કર્યા છે. ઈઝરાયલના હુમલાને કારણે ગાઝામાં અત્યાર સુધીમાં 2670 લોકોના મોત થયા છે. 9,600 લોકો ઘાયલ થયા છે. હમાસના ઘણા કમાન્ડરો પણ માર્યા ગયા છે.

હમાસના હુમલા બાદ બાઇડેને ઈઝરાયલને સમર્થન જાહેર કર્યું છે. એટલું જ નહીં અમેરિકાએ ઈઝરાયલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજો અને વિમાનો પણ તૈનાત કર્યા છે. અમેરિકાએ ઈરાન સહિત અન્ય દેશોને પણ આમાં ભાગ ન લેવાની સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. જો કે, હવે બાઇડેને ઇઝરાયલને ગાઝા પટ્ટી પર કબજો ન કરવાનું કહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે વોટ્સએપ પર ઓનલાઈન છો કે નહીં, એની લોકોને જાણ સુદ્ધા નહીં થાય, બસ કરી લો આ નાનકડી સેટિંગ… સાવધાન, તમે તો નથી વાપરતા ને સ્કીન કેર માટે આ વસ્તુઓ? બોલિવૂડ સ્ટાર્સની પત્નીઓ પણ છે બિઝનેસ વુમન, રળે છે કરોડોની કમાણી બોલીવુડની આ અભિનેત્રીઓએ માંજરી આંખોથી કર્યા છે લાખો ફેન્સને ઘાયલ…