પ્રયાગરાજમાં આજે લાગશે જ્યોતિષનો મહાકુંભ
પ્રયાગરાજમાં સદીનો મહામેળો અને આસ્થાનો મહાકુંભ ચાલી રહ્યો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ આસ્થાના મેળામાં રોજ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે અને ત્રિવેણીસંગમમાં ડુબકી લગાવી પાવન થઈ રહ્યા છે. આધ્યાત્મિક મહાકુંભમાં આજે જયોતિષ મહાકુંભનું પણ આયોજન થયું છે, જેમાં અનેક જાણીતા જયોતિષાચાર્યો મૌજુદ રહેશે. આ પ્રખર જ્ઞાની જયોતિષાચાર્યો જ્યોતિષશાસ્ત્રના વિજ્ઞાન અને તેની ગહનતા વિશે વિચાર રજૂ કરશે.
આજનો દિવસ ખગોળશાસ્ત્રની દ્રષ્ટીએ ઘણો ખાસ છે. આજે મંગળ, ગુરુ, શુક, શનિ, યુરેનસ અને નેપચ્યુન આકાશમાં એક લાઈનમાં નજરે પડશે. આ એક મહત્વપૂર્ણ ઘટના છે જેની તમામ રાશિઓ પર સારી નરસી અસર પડશે.
આ ખગોળિય ઘટનાને કારણે કુંભ અને મીન રાશિના જાતકો માટે મુશ્કેલીભર્યો સમય શરૂ થશે. તેમણે જીવનમાં પડકારોનો સામનો કરવો પડશે. નોકરીમાં પણ તકલીફોનો સામનો કરવો પડશે. તેમની આર્થિક સ્થિતિ પણ ડામાડોળ થઈ શકે છે. જોકે, આ ખગોળીય ઘટનાનો સિંહ, વૃશ્ચિક, કર્ક અને કન્યા રાશિના જાતકો પર સારો પ્રભાવ પડશે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.
આ પણ વાંચો…76th Republic Day: વડા પ્રધાન મોદીએ શુભેચ્છાઓ પાઠવી, મલ્લિકાર્જુન ખડગેએ પણ આપ્યો સંદેશ…
આજે આકાશમાં જોવા મળનારી આ ખગોળીય ઘટના ઘણી અદભુત છે. આકાશમાં આ બધા ગ્રહો એક સીધી રેખામાં જોવા મળશે જેને પ્લેનેટરી અલાઇનમેંટ કે ગ્રહોની પરેડ પણ કહેવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્રના આ મહાકુંભમાં વૈદિક જ્યોતિષ જ્યોતિષનું ભવિષ્ય, જ્યોતિષ અને મહાકુંભ, મંત્રોની શક્તિ, ટેરોકાર્ડ, સામુદ્રિક શાસ્ત્ર જેવા ગહન વિષયો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ આ સત્રનો લાભ લઈ શકશે.