ટોપ ન્યૂઝનેશનલ

76th Republic Day: આજની પરેડ ઇન્ડોનેશિયા માટે ઐતિહાસિક ક્ષણ રહેશે, જાણો કેમ…

નવી દિલ્હી: આજે ભારતનો 76મો પ્રજાસત્તાક દિવસ છે, જેની દેશભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી (76th Republic Day Celebration) રહી છે. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌની નજર દિલ્હીના કર્તવ્ય પથ યોજાનારી પરેડ (Parade on Kartavya Path) પર છે. આ વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો (Indonesia President Probovo Subianto) મુખ્ય અતિથી છે. આજની પરેડ ઇન્ડોનેશિયા માટે પણ ઐતિહાસિક છે.

આ પણ વાંચો : MahaKumbhમાં ફરી રહી છે 500 રૂપિયાની બનાવટી નોટ, તમે પણ તો નથી છેતરાયા ને?

પહેલી વાર પરેડનું નેતૃત્વ કરશે:
ભારતના વિદેશ મંત્રાલયે (MEA) ગઈ કાલે શનિવારે આ અંગે જાણકારી આપી હતી. પહેલી વાર ભારતની પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઇન્ડોનેશિયાની ટુકડી માર્ચ કરશે. ઇન્ડોનેશિયા આ ક્ષણ એટલા માટે ખાસ રહેશે કેમ કે તેમનું લશ્કરી બેન્ડ અને માર્ચીંગ ટુકડી પહેલીવાર વિદેશની પરેડમાં ભાગ લેશે. આ દરમિયાન ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય મહેમાન તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે.

સુબિયાન્ટોની ભારત મુલાકાત:
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોની ભારત મુલાકાત અંગેની માહિતી આપતા MEA એ ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને ઇન્ડો-પેસિફિક વિઝનમાં ભારતના મહત્વ પર ભાર મૂક્યો હતો. MEAએ સુબિયાન્ટોની ભારત મુલાકાતને “સમયસર” અને “મહત્વપૂર્ણ” ગણાવી હતી.

ઓક્ટોબર 2024 માં પદ સંભાળ્યા પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુબિયાન્ટો ભારતની તેમની પ્રથમ સત્તાવાર મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે તેના બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સાથે છ કેબિનેટ પ્રધાનો, વરિષ્ઠ અધિકારીઓ અને એક વ્યાપારી પ્રતિનિધિમંડળ છે.

આ પણ વાંચો : February મહિનાથી બેંકો અઠવાડિયામાં ખુલશે આટલા જ દિવસ? બજેટમાં મળશે રાહત…

સુબિયાન્ટો અને વડા પ્રધાન મોદીએ શનિવારે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી, જેમાં બંને દેશોએ સંરક્ષણ, સુરક્ષા, દરિયાઈ ક્ષેત્ર, આર્થિક સંબંધો જેવા ક્ષેત્રો પર ધ્યાન આપીને વ્યૂહાત્મક ભાગીદારી પ્રોત્સાહન આપવા અંગે ચર્ચા થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button