જીવનમાં જો પ્રેમ જોઇએ છે તો ડિજિટલ જ્ઞાનના ભરોસે ના રહો
ફોકસ -અંતરા પટેલ
તાજેતરમાં જ મારા મિત્રો સાથેની મુલાકાત દરમિયાન મને અનુભવ થયો કે તે ડેટિગ પ્રક્રિયાના કારણે વધુ વ્યાકુળ અને મૂંઝવણમાં છે. હું જાણુ છું કે ઘણું બધું બદલાઇ ગયું છે અને લોકો વધુ વોકલ અને ખૂબ જલદી બીજા અંગે નિર્ણય લેનારા થઇ ગયા છે. હું એ પણ જાણું છું કે આ ખૂબ અસહજ હોઇ શકે છે. પરંતુ એ વાતને સ્વીકાર કરવામાં મદદ મળી શકે છે કે રોમેન્ટિક સંબંધનો અર્થ કોઇ અન્ય નવા વેન્ચરના અર્થથી અલગ હોતો નથી. કોઇ પણ ચીજની શરૂઆત ઉત્સાહ, ફોક્સ, ઉતાવળ, જીજ્ઞાસા, ગભરાહટ અને સાવધાનીથી થાય છે. પછી જ્યારે ચીજો સ્થિર થવા લાગે છે તો આરામ પ્રસરવા લાગે છે. જો તમે નસીબના બળિયા છો તો સ્થિરતા અને આત્મવિશ્વાસના સ્તર સુધી પહોંચી જાય છે. ડેટિગના સંદર્ભમાં આ સ્તરોમાં પરિવર્તન ધીમે ધીમે એક પછી એક થવું જોઇએ. જ્યારે બે વ્યક્તિ એકબીજાને ઓળખવા લાગે છે, એકબીજાના નખરાઓ અને આદતોને સહન કરવા લાગે છે અને એટલો પ્રેમ થઇ જાય છે કે ગુસ્સા અને મૂડને પણ સમજવા લાગે છે.
વાસ્તવમાં ડેટિગના શરૂઆતના સ્ટેજમાં ઉતાવળ કરવાથી મનમાં ડર અને મૂંઝવણનો પ્રવેશ થાય છે. કોર્ટશિપ ફેઝમાં સમર્પિત સંબંધની આશા કરવી એવું હોય છે કે જેમ કાદવને ચાલતા ચાલતા પાર કરવું. તેમાં નુકસાન પણ થઇ શકે છે. તમે વધુ આશા રાખવા લાગો છો. ચોંટેલા રહો છો અથવા બેદરકાર થઇ જાવ છો. મારી એક મિત્રનું કહેવુ છે કે તે એક સીમા સુધી પરફેક્ટ હોવાનો દેખાવ કરી શકે છે. આ સારી વાત નથી કારણ કે સંબંધમાં દેખાડો તો હોવો જ ના જોઇએ. તમે જેવા છો, તેવા જ રહો, પોતાને અલગ કરવાનો પ્રયાસ ના કરો. આ સત્ય છે કે શરૂઆતના ડેટ્સ દરમિયાન તમે તમારી જાતને સારી રજૂ કરવા માટેના પ્રયાસો કરો છો, પરંતુ તમામ લોકો એ વાતને જાણે છે કે કોઇ આટલું સારું અથવા રસપ્રદ દયાળુ હોઇ શકે નહીં. પરંતુ એમ માનીને ચાલવું જોઇએ કે જે ગુણ બતાવવામાં આવી રહ્યા છે તે વ્યક્તિમાં હાજર છે. કોઇ વ્યક્તિ એક ચહેરા પર બીજો ચહેરો લગાવીને જીવી શકતો નથી.
આખરે ડેટ્સનો ઉદ્દેશ્ય એકબીજાને ઓળખવાનો હોય છે. જો બે વ્યક્તિઓ એકબીજાને ફક્ત બનાવટી રીતે જોવે છે તો રોમાન્સનો દીપક કેવી રીતે સળગાવી શકાય છે. અને તેને સળગતો કેવી રીતે રાખી શકાય છે. વ્યક્તિ નકાબ કેમ લગાવે છે? તે પણ પોતાનામાં એક રહસ્ય છે. પરંતુ હું સમજુ છું કે લોકો ક્લિકબેટ રિલ્સ અને ઓનલાઇન વાર્તાઓના આધાર પર એમ માની લે છે કે શું પસંદ કરવામાં આવે છે અને શું પસંદ કરવામાં આવતું નથી. પછી તેવું જ પોતાને રજૂ કરવાનો પ્રયાસ કરે છે. જ્યારે તે તેવા હોતા નથી. આ પ્રકારનું ક્નટેન્ટ નવું નથી. અફસોસ આ પ્રકારની વાતોને યુવા ગંભીરતાથી લે છે. આજે ક્નટન્ટ સરળતા અને નિરંતરતાથી મળે છે, પરંતુ સત્ય એ છે કે આ અર્થહીન હોવાની હદ સુધી જેનરિક છે. તેનાથી ક્યારેય કોઇ ફાયદો થયો નથી.
મારો એક મિત્ર છે જે 25 વર્ષનો છે અને એક કંપનીમાં મેનેજર છે. તેની ડેટિગ લાઇફ ખૂબ એક્ટિવ છે, પરંતુ તે તમામ તેની પ્રથમ ડેટ્સ છે. તે કહે છે કે કોઇ પણ ફરી આવતી નથી. જો કે ખૂબ સારો છે. વાસ્તવમાં તેણે `સારાને’ ખોટું સમજી લીધું છે. તેણે એક ઓનલાઇન લેખ વાંચ્યો હતો કે જેમાં સલાહ આપવામાં આવી હતી કે આજની મહિલાઓ આશા રાખે છે કે પુષ હંમેશાં વાતને સમજે તેવો હોવો જોઇએ. એટલા માટે વર્ષ સુધી એવું થતું રહ્યું છે કે ડેટ્સ પર મોડા આવતી, સાંજે મોટાભાગનો સમય ફોન યુઝ કરતી અથવા આવતી જ નહીં અને તે કોઇ ફરિયાદ કરતો નથી. જે છોકરીઓ આવતી નહીં. તે અનેક દિવસ પછી ફરીથી સંપર્ક કરતી હતી અને તે કહેતો કે ફરીથી મળવાનો કાર્યક્રમ નક્કી કરવાથી તેને ખુશી મળશે. તે ઓનલાઇન લેખનું કેમ પાલન કરી રહ્યો હતો. એવી શું મજબૂરી હતી? તેણે લેખની એવી વ્યાખ્યા કેમ કરી? હું વાત કરી રહી છું કે એક વ્યક્તિ ખુશી અથવા ઉદાસી અને નિરાશામાં પોતાને કેવી રીતે વ્યક્ત કરી શકે છે. વાસ્તવિક મુદ્દો સંતુલનનો છે. તેનાથી જ ડેટિગ સંસારમાં ફસાયેલા વ્યક્તિઓ માટે ત્રણ સૂચનો મળે છે. એક ઇમાનદારી અને સંતુલનનું લક્ષ્ય રાખો. જેનાથી તે બધુ સરળ લાગવા લાગે છે. બીજું, આવશ્યકતાથી વધુ ના વિચારો. તર્ક અને શાલીનતાથી પ્રેરાવ નહીં. સંભાવના છે કે તમને બધુ સરળ લાગવા લાગશે. ત્રણ, યોગ્ય અને ખોટા મામલામાં ઇન્ટરનેટ ગુ પર વિશ્વાસ ના કરો. હું શરત લગાવી શકું છું કે માનવ ઇતિહાસમાં આ પ્રકારે કોઇને પણ પ્રેમ મળ્યો નથી.