ઉત્સવ

મસ્તઅલમસ્ત રહેવું છે? દબા કે ખાઓ, દુબલે હો જાઓ !

મિજાજ મસ્તી -સંજય છેલ

ટાઈટલ્સ:
સત્તાનો મદ અને શરીરનો મેદ, જલ્દીથી ના ઊતરે. (છેલવાણી)
બે બહેનપણી રોજની જેમ વજન ઘટાડવા વિશે વાતો કરતી હતી. એકે બીજીને ચેલેંજ આપી, `જો 1 મહિનામાં હું તારા કરતાં વધારે વજન ઉતાં તો તારે 10000 આપવાના ને જો તું મારા કરતાં વધારે ઉતારે તો મારે આપવાના. લાગી શરત?’

લાગી... પણ આ શરત 2 અઠવાડિયા પછી શરૂ થશે, હોં!'કેમ છેક 2 અઠવાડિયે?’ `કારણ કે શરત પહેલાં, 2 અઠવાડિયામાં મારે કેટલી બધી આઇટેમ્સ ઝાપટી લેવી છે ને, ગાંડી?’

આ સત્યઘટના છે, પણ પેલીની વેદના સમજી શકાય છે. જો લીલા શાક-પાંદડાં ખાઈને પાતળા થવાય તો હાથી કેમ જાડા હોય છે?' જેવા વિચિત્ર સવાલડાયેટિગ’નું નામ પડતાં જ અમને સૂઝવા લાગે. જેમ જુદાજુદા ધર્મના લોકો પોતપોતાના ધર્મ વિશે જુદાજુદા દાવા કરે છે એમ જુદાજુદા ડાયેટિશિયનો અલગઅલગ દાવા ને વાદા કરે છે..લેકિન-કિતુ-પરંતુ અમને હંમેશાં સવાલ થાય કે જગતમાં વજન ઉતારવાની સચોટ રીત કે દવા છે ખરી ?' હા, હવે છે! હમણાં ડેનમાર્કની એક યુનિવર્સિટીનાં વૈજ્ઞાનિકોએ, લેક (કફઊંય)પરમાણુ’ વડે એવી વજન ઉતારવાની ગેરેંટી આપી છે. એટલે લેક તત્ત્વવાળી 1 ગોળી તમે ખાશો તો ખાલી પેટે 10 કિલો મીટરની ઝડપે દોડો ત્યારે જેટલી કેલેરી બળે એટલી એ ગોળીથી બળશે ને વજન ગાયબ, બોલો! ચરબીના સ્તર, બિસ્તર પરથી 1 ઇંચ પણ હલ્યા વિના ઉતરશે!

`લેક’ને ઉંદરો પર અજમાવતા સમજાયું છે કે એ શરીરમાંથી ઝેરી તત્ત્વો બહાર કાઢે, હૃદયને મજબૂત બનાવે ને વળી ડાયાબિટીસ ઘટાડવામાંયે મદદ કરી શકે! બસ, હવે એવી દવા આપણી ભારતની બજારમાં ક્યારે આવશે એની રાહ જોઇને અત્યારે તો અમે શીરોપૂરી ને ઊંધિયું જમી રહ્યા છીએં.

શું છે કે આપણે સૌએ ક્યારેક તો જીવનમાં પ્રેમ કર્યો જ હશે એમ ક્યારેક તો વજન ઉતારવાની નાકામ કોશિશ પણ કરી જ હશે. સાચું કહીએ તો 10 દિવસમાં વજન ઉતારો' જેવી બુક્સ અમે ભરપેટ સૂતાંસૂતાં વાંચી હોવાથી વજન ઘટવાને બદલે વધ્યું જ છે! આવાં જાડાં પુસ્તકો વાંચીવાંચીને અમે એકફેટ-બુક ઓન ફેટ’ લખી શકીએ એમ છીએ….પણ ઉછીના આઇડિયાથી બૂક' ને સ્ટ્રિક્ટ ડાયેટથીલૂક’ બનાવવામાં માનતા નથી. જોકે, સનાતન સત્ય છે કે વધતું વજન આપણને સૌને ક્યારેક તો રડાવે જ છે.

ઇંટરવલ:
રૂપ તેરા ઐસા,
દર્પન મેં ના સમાયે.(ઇંદીવર)
એક અલમસ્ત વજનદાર ભાઇ ડાયેટિશિયન પાસે જ્યારે સલાહ લેવા ગયા ત્યારે એમનો નાનકડો દીકરો વજનકાંટા પર ચડવા જતો હતો. પપ્પાએ તરત જ એને રોક્યો, ના ના બેટા, આ મશીન પર ના ચડાય. એ તો બધાંને રડાવે!' શું છે કે સાસરે જતી ક્નયાથી બાબુલનું આંગન છૂટતું નથી એમ આપણાથી મીઠાઇ, ચોકલેટ, આઇસક્રીમ નથી છૂટતાં. હમણાં એક હરીભરી ચિત્રકાર મહિલા મૈત્રિણીએ અમને સરસ વાત કહી કે જેઆનંદ સ્વરૂપ’ આત્મા હોય એ થોડા ચબી ને ગોળમટોળ જ હોય! જાડિયાઓ માટે આનંદ સ્વરૂપ' કેવું સ્વીટડું સંસ્કારી લેબલ છે ને? માટે જે બહુ ચિંતા કરે એ દૂબળા રહે અને એ માટે એણે ચિંતન છોડી દેવું રહ્યું. આ વિશે સ્પેશિયલચિંતા ડાયેટ’ બની શકે.

તમે કોઇને કહેવા ખાતર પણ કહી જોજો કે વાઉ આજે ડિફ્રન્ટ લાગો છો!' બસ, પછી તમારા પર આજની સરકારથીયે વધુ સખત સીબીઆઇ, ઈડી લેવલની ઈન્ક્વાયરી તરત જ શરૂ થઇ જાય! જેમ કેએટલે હું જાડો લાગુ છું? ના ના ,એ તો લૂઝ કુર્તો પહેર્યો છે એટલે. બાકી હું તો સવાર સાંજ રાતે ઉંઘમાંયે ચાલું છું’ વગેરે વગેરે પેલો કહેવા માંડશે. પછી તમે પરાણે સિંગર સોનુ નિગમ કે કોઇ ચાંપલી આર.જે.(છઉં)ની નમ્રતાથી કહેશો : ના ના, યૂ લુક સુપર્બ.અલગ’ એટલે કે સરસ, એમ! આમાં જાડા-પાતળાની વાત જ નથી.’ હવે તમે ત્યાંથી પતલી ગલીમાં નીકળવા માંગો છો પણ પોતાની કેડને પતલી માનનાર ખુદની વધેલી કેડની વાતનો કેડો જ નહીં મૂકે…

તમે સાચું કહો છો કે સાં લગાડવા કહો છો? જાડો લાગું છું ને?' પેલો ધરાર પૂછે રાખશે! તમને ભારતનો મુદ્રાલેખસત્યમેવ જયતે’ આંખો સામે દેખાશે ને નકાર પહેલાં નૈતિક ધ્રાસકો' પડશે કે આ હમણાં અહિંયા રસ્તામાં જ કુર્તો ઉતારીને પોતાની ફિટનેસ સાબિત કરશે કે શું? આખરે તમે એનેસોરી મારી મમ્મી, પપ્પા, બહેન, ભાઈ, આખું ફેમિલી હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં બહુ જ સિરિયસ છે, ત્યાં જવામાં મને મોડું થાય છે’ એમ સત્તાપક્ષના પ્રવક્તા જેવું બેશરમ બહાનું આપીને તમારે છટકવું પડશે. તોયે પેલો પાછળથી બૂમ પાડશે, ઓ...મને 3 મહિના આપોજો જો હું કેટલું વજન ઘટાડીને બતાડીશ. ચેલેંજ !” હરામ બરાબર છે કે 3 મહિને પેલાનું વજન 300 ગ્રામ પણ ઘટ્યું હોય! ત્યાર બાદ ફરીવાર એને મળશો ત્યારે તમે સંભાળીને, તાત્કાલિક તકેદારીથી વજન સિવાયની વાત માંડશો. જેમ કેહોનોલૂલૂમાં લૂ વાગવાનાં કારણ’ કે પછી અમદાવાદનું નામ કર્ણાવતી ક્યારે થશે? જેવા કોઇપણ સાવ અલગ જ સવાલો કરશો, પણ ભૂલથીયે એના શરીર વિશે 1 શબ્દ તો શું અક્ષર પણ બોલશો નહીં.

(ચોખવટ: આ લેખ માત્ર મજા માટે છે, મેડિકલ સલાહ માટે નહીં ઓકે? ચાલો, હવે ગરમાગરમ જમવા બેસો)

એંડ ટાઇટલ્સ:
આદમ: ધર્મસંકટ એટલે શું?
ઈવ: માં વજન ઉતર્યુંને?
આદમ: બસ બસ..સમજી ગયો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button