આમચી મુંબઈમનોરંજન

Bigg Boss 17 Contestant: ગુજરાતી પત્રકાર સહિત આ સેલિબ્રિટીઝની Bigg Boss 17 માં entry

મુંબઇ: Bigg boss ના ફેન્સની આતુરતાનો અંત આવી ગયો છે. આખરે Bigg boss 17 નો આગઝ થઇ ગયો છે. અને સાથે સાથે બિગ બોસના ઘરમાં આ વખતે ગુજરાતી પત્રકાર, જાણીતા કોમેડિયન, લાયોર સહિત અનેક સીતારાઓની એન્ટ્રી થઇ ચૂકી છે. બિગ બોસમાં આ વખતે બોલીવુડમાં ધૂમ મચાવનાર ચોપડા સીસ્ટરસ્ની ત્રીજી બહેન પણ સ્પર્ધક તરીકે જોવા મળશે. એટલું જ નહીં પણ અંતિકાત લોખંડે તેના પતિ સાથે બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી રહી છે. તો ચાલો એક લાટર બિગ બોસના ઘરમાં મારી આવીએ.

Bigg boss 16 બાદ લોકો Bigg boss 17 ની આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. આ વખતે બિગ બોસના ઘરમાં કંઇ સેલીબ્રિટી આવશે તેની બધા જ આતુરતાથી રાહ જોઇ રહ્યાં હતાં. તો તમને કહી દઇએ કે હાલમાં જ એક ગુજરાતી પત્રકારના જીવન પરથી વેબ સિરીઝ બની હતી અને એ વેબ સિરીઝની રિયલ લાઇફ કેરેક્ટર એટલે કે ગુજરાતી પત્રકાર જિગ્ના વોરાને બિગ બોસ 17માં એન્ટ્રી મળી છે.


પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરા આ બંને સિસ્ટર્સે તો બોલીવુડમાં ધૂમ માચવી છે. પણ હવે આ ચોપરા સીસ્ટર્સની ત્રીજી બહેન જે સાઉથીની ફિલ્મોમાં ખૂબ મોટું નામ ધરાવે છે તે મનારા ચોપરા પણ આ વખતે બિગ બોસના ઘરમાં જોવા મળશે.


જાણીતા કોમેડીયન મુનવ્વર ફારુકી, એશ્વર્યા શર્મા અને નિલ ભટ્ટની જોડી, યૂકેનો વતની નાવેદ સોલ, સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્ઝર બાબૂ ભૈયા એટલે કે અનુરાગ ડાભોલ, ક્રિમીનલ લોયર સના રઇસ ખાન, અંકિતા લોખંડે અને પતિ વિક્કી જૈન, એભિનેત્રી સોનિયા બંસલ, ફિરોઝા ખાન, જામીતો યુટ્યૂબર સની આર્યન, અભિનેત્રી રિંકુ ધવન, યુટ્યૂબર અરુણ માશેટ્ટી, નાના પડદાંની જાણીતી અભિનેત્રી ઇશા માલવીય તથા અભિષેક મલ્હાન બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ઇશા અને ઇભિષેક મલ્હાન થોડા દિવસો પહેલાં રિલેશનશીપમાં હતાં.
ત્યારે બિગ બોસ 17માં કોણ રહેશે એન્ટરટેનર નબંર વન અને કોના માથે જશે તાજ તેની રાહ પ્રેક્ષકો આતુરતાથી જોઇ રહ્યાં છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button