આમચી મુંબઈ

મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ કૅપ્ટન સાથે રૂ. 11.16 કરોડનો શૅર ટ્રેડિંગ ફ્રોડ: કુર્લાનો યુવક પકડાયો

મુંબઈ: કોલાબા વિસ્તારમાં રહેનારા મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ કૅપ્ટન સાથે 11.16 કરોડ રૂપિયાનો શૅર ટ્રેડિંગ ફ્રોડ આચરવાના કેસમાં સાયબર પોલીસે કુર્લાના 28 વર્ષના યુવકની ધરપકડ કરી હતી. યુવકની ઓળખ દિનેશ રમેશ ઢોલપુરિયા તરીકે થઇ હતી અને તેના બેન્ક એકાઉન્ટમાં રૂ. નવ લાખ ટ્રાન્સફર થયા હતા, જે ચેકથી કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: કોલાબાના સિનિયર સિટિઝન સાથે 11.16 કરોડનો શૅર ટ્રેડિંગ ફ્રોડ: યુવકની ધરપકડ…

મર્ચન્ટ નેવીના ભૂતપૂર્વ કૅપ્ટન એવા ફરિયાદીનો મોબાઇલ નંબર 19 ઑગસ્ટ, 2024માં અગ્રણી નાણાકીય સેવા કંપનીનું નામ ધરાવતા વ્હૉટ્સઍપ ગ્રૂપમાં ઍડ કરાયો હતો. બાદમાં અન્ય સ્મિથ નામની મહિલાએ ગ્રૂપ પર માહિતી અપલોડ કરી હતી અને ગ્રૂપના સભ્યોને પૂછ્યું હતું કે તેઓ શૅર ટ્રેડિંગમાં રોકાણ કરવા તૈયાર છે. શૅર ટ્રેડિંગમાં નિયમિત રોકાણ કરનારા ફરિયાદીએ આ માટે સંમતિ આપતાં તેમનું નામ બીજા ગ્રૂપમાં ઍડ કરાયું હતું અને તેમને લિંક પાઠવાઇ હતી. ફરિયાદીએ લિંક પર ક્લિક કરીને કંપનીની ઍપ ડાઉનલોડ કરી હતી.

આ પણ વાંચો: શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 91 લાખ ગુમાવ્યા

મહિલા અને અન્યો દ્વારા ભલામણ કરાયેલા સ્ટોકમાં રોકાણ કરવા અલગ અલગ બેન્ક ખાતાંઓમાં ફરિયાદીએ પાંચમી સપ્ટેમ્બરથી 19 ઑક્ટોબર દરમિયાન 22 વ્યવહારોમાં 11.16 કરોડ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં કંપનીની ઍપમાં તેમના ખાતામાં મોટો નફો દેખાડાયો હતો, પણ નફાની રકમ કાઢવાનો પ્રયાસ કરાતાં તેમની વિનંતી નકારી કઢાઇ હતી. ફરિયાદીને શંકા જતાં તેમણે કંપનીની ઓફિસમાં જઇ તપાસ કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button