સ્પેશિયલ ફિચર્સ

ક્યારેય વિચાર્યું છે કે રવિવાર પછી સોમવાર જ કેમ આવે છે? ગુરુવાર કે શુક્રવાર નહીં?

હેડિંગ વાંચીને તમે પણ ચોંકી ઉઠ્યા ને? અત્યાર સુધી તમને કદાચ આવો વિચાર પણ નહીં આવ્યો હોય અને આવ્યો હશે તો પણ એનું કારણ શોધવાની મથામણમાં તમે પડવાનું મુનાસિબ નહીં માન્યું હોય. આજે અમે અહીં તમને રવિવાર પછી સોમવાર જ કેમ આવે અને એ પાછળનું કારણ શું છે એ જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ-

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અઠવાડિયામાં સાત દિવસ હોય છે અને સાત પ્રમુખ ખગોળીય પિંડને પ્રાચીન કાળમાં સમય માપવાનો આધાર ગણવામાં આવ્યો હતો. સૂર્ય અને ચંદ્ર એ આપણા સૌર મંડળમાં સૌથી વધુ પ્રભાવશાળી ગ્રહો છે. પૃથ્વી પર દિવસ અને રાતની ગણતરી સૂર્યના આધારે કરવામાં આવે છે જ્યારે મહિના અને તિથિઓની ગણતરી ચંદ્ર પર આધારિત છે.
રવિવાર પછી સોમવારનું આવવું એ એક સાંસ્કૃતિક પરંપરા નથી પણ આ ખગોળશાસ્ત્ર, વૈદિક પરંપરા અને પ્રાકૃતિક ચક્રો પર આધારિત છે. સૂર્ય અને ચંદ્રમાના વિશેષ મહત્ત્વને કારણ વૈદિક અને ખગોળીય ગણનામાં રવિવાર બાદ જ સોમવાર આવે છે. આ પાછળ વૈજ્ઞાનિક અને વૈદિક એમ બંને આધાર છે.

ભારતીય વૈદિક પરંપરામાં અઠવાડિયાના સાત દિવસને ગ્રહોને દેવતાઓ પરથી નામ આપવામાં આવ્યા છે. દરેક દિવસને ગ્રહ અનુસાર નામ આપવામાં આવ્યા છે જેમાં સૂર્ય, ચંદ્રમા, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ. રવિવારનો સંબંધ સૂર્યદેવ સાથે છે અને સૂર્ય વૈદિક જ્યોતિષના કેન્દ્રમાં છે અને એને અઠવાડિયાનો પહેલો દિવસ ગણાય છે. જ્યારે સોમવારનો સંબંધ ચંદ્રમા સાથે છે. ચંદ્રમાને સૂર્યનો નિકટતમ સાથી માનવામાં આવે છે એટલે જ રવિવાર પછી સોમવાર જ આવે છે.+

આ પણ વાંચો…MahaKumbhમાં ફરી રહી છે 500 રૂપિયાની બનાવટી નોટ, તમે પણ તો નથી છેતરાયા ને?

વૈદિક પરંપરાઓ અનુસાર ગ્રહોના સ્થાન, તેમના પ્રભાવ અને બ્રહ્માંડીય ઊર્જાના આધાર પર નક્કી કરવામાં આવ્યા છે. સૂર્ય બાદ ચંદ્રમા પ્રભાવ સૌથી વધુ માનવામાં આવે છે એટલે જ રવિવાર પછી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button