અમદાવાદઃ પ્રજાસત્તાક દિવસ 2025ના પ્રસંગે ગુજરાતના કુલ 11 પોલીસ અધિકારીઓ તથા જવાનોને મહામહિમ રાષ્ટ્રપતિ એવોર્ડ જાહેર થયા છે. જેમાં 2 વિશિષ્ટ સેવા પોલીસ ચંદ્રક તથા 9 પ્રશંસનીય સેવા અંગેના એવોર્ડ છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા (આઈપીએસ) તથા પોલીસ મહાનિર્દેશકની કચેરી ગાંધીનગરમાં ફરજ બજાવતાં દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા – નાયબ પોલીસ અધિક્ષકને વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ (PSM) મળમળશે.
જ્યારે પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ (MSM) માટે નિલેશ જાજડીયા (આઈપીએસ), ચિરાગ કોરડીયા (આઈપીએસ), અશોકકુમાર રામજીભાઈ પાંડોર, દેવદાસ ભીખાભાઈ બારડ, બાબુભાઈ જેઠાભાઈ પટેલા, હિરેનકુમાર બાબુલાલ વરણવા, હેમાંગકુમાર મહેશકુમાર મોદી, મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવના નામ જાહેર થયા છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 વીરતા મેડલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે.
આ પણ વાંચો…‘જાના થા નેપાળ પહોંચ ગયે બરેલી’ ગૂગલ મેપે ફ્રેન્ચ સાયકલીસ્ટને ગોથે ચડાવ્યા…
વીરતા પુરસ્કાર વિજેતાઓમાં વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત વિસ્તારોમાં તહેનાત 28 જવાનો, જમ્મુ કાશ્મીરમાં તહેનાત 28, પૂર્વોત્તરમાં 3 અને અન્ય વિસ્તારોમાં ફરજ બજાવી રહેલા 36 જવાનોને તેમની વીરતા માટે સન્માનિત કરવામાં આવશે. વીરતા મેડલ જવાનોની અદભૂત કામગીરી કે જેમાં જીવન અને સંપત્તિના રક્ષણ, ગુનાને રોકવા અથવા ગુનેગારોની ધરપકડ સાથે સંકળાયેલી બહાદુરીની કામગીરી માટે આપવામાં આવે છે. જેમાં જે તે કામગીરીમાં અધિકારીની જવાબદારીઓ અને ફરજો અનુસાર જોખમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ ચંદ્રક વિશિષ્ટ સેવા માટે આપવામાં આવે છે. પ્રશંસનીય કામગીરી માટે મેડલ સંસાધન અને કર્તવ્ય પ્રત્યે સમર્પણમાં તેમની વિશિષ્ટ કામગીરી માટે આપવામાં આવે છે.