ટોપ ન્યૂઝનેશનલ

US માંથી દેશનિકાલની ચિંતા; ભારતીય વિદ્યાર્થીઓ પાર્ટ-ટાઇમ જોબ છોડવા મજબુર…

વોશિગ્ટન: યુએસએના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ તેમને ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા વાયદા પુરા કરવા એક પછી એક નિર્ણયો લઇ રહ્યા છે. ખાસ કરીને ગેરકાયદે ઇમિગ્રેશન સામે ડોનાલ્ડ ટ્રમ્પના આદેશો બાદ ખળભળાટ (Donald Trump immigration policy) મચી ગયો છે. અમરિકામાં વસતા ગેરકાયદે ઇમિગ્રન્ટ દેશનિકાલ આપવામાં આવી શકે છે. એવામાં અહેવાલ છે કે વધારાની આવકની જરૂરિયાત હોવા છતાં, અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીયો પાર્ટ-ટાઇમ નોકરીઓ છોડી રહ્યા છે.

આ પણ વાંચો : US-INDIA: અમેરિકામાં રહેતા ‘ગેરકાયદે ભારતીયો’ને વતન પાછા લાવવા સરકાર તૈયાર

ટ્રમ્પના આદેશ:
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા પછી, બોર્ડર સિક્યોરીટી કડક બનાવવા અને દેશમાં ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશ નિકાલ આપવા માટે કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર અને પ્રેસ રિલીઝ પાડી છે. જેમાં અનઓથોરાઈઝડ વર્ક સામે પગલા લેવાની જાહેરાત કરવામાં આવી છે.

F-1 વિઝા ધરાવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને કેમ્પસમાં અઠવાડિયામાં 20 કલાક સુધી કામ કરવાની મંજુરી આપે છે, પરંતુ ઘણા લોકો ખર્ચને પહોંચી વળવા માટે મ્પસની બહાર રેસ્ટોરન્ટ, ગેસ સ્ટેશન અને રિટેલ સ્ટોર્સમાં નોકરીઓ કરે છે.

વિદ્યાર્થીઓની મજબૂરી:
ઇલિનોઇસમાં રહેતા એક ભારતીય વિદ્યાર્થીએ એક ભારતીય અખબાર સાથે વાત કરતા કહ્યું, “મારા માસિક ખર્ચને પહોંચી વળવા માટે હું કોલેજ પછી એક નાના કાફેમાં કામ કરતો હતો. મને એક કલાક કામના $7 મળતા અને હું દિવસમાં છ કલાક કામ કરતો. નોકરી આરામદાયક હતી, પરંતુ ગયા અઠવાડિયે અનઓથોરાઈઝડ વર્ક પર સંભવિત ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ વિશે સાંભળ્યા પછી મેં નોકરી છોડી દીધી. હું જોખમ નથી લેવા ઈચ્છતો, કેમ કે અહીં અભ્યાસ કરવા માટે $50,000 (લગભગ ₹42.5 લાખ) ઉધાર લીધા પછી.”

ન્યૂ યોર્કમાં ભણતી એક વિદ્યાર્થીનીએ અખબારને જણાવ્યું કે તેને તેના વર્કપ્લેસ પર રેન્ડમ ચેકિંગની ચિંતા છે. વિદ્યાર્થીનીએ કહ્યું, “મેં અને મારા મિત્રોએ હાલ પૂરતું કામ બંધ કરવાનો નિર્ણય લીધો છે. હાલત મુશ્કેલ છે, પરંતુ અમે દેશનિકાલ અથવા અમારા સ્ટુડન્ટ વિઝાનું જોખમ લેવા માંગતા નથી. મારા માતાપિતાએ મને અહીં મોકલવા માટે ઘણી તકલીફો ભગવી છે.”
માતા પિતાએ લોન લઈને ભણવા મોકલ્યા છે.

નોંધનીય છે કે પરિવારો લોન લઈને વિદ્યાર્થીઓ યુએસ ભણવા મોકલતા હોય છે. બીજી તરફ વિદ્યાર્થીઓના આવકનો સ્ત્રોત પણ છીનવાઈ રહ્યો છે, આવી તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે વિદ્યાર્થીઓની મેન્ટલ હેલ્થ પર ગંભીર અસર પડી છે.

યુએસમાં ટકી રહેવા માટે પાર્ટ ટાઈમ નોંકરી ખુબ જરૂરી છે, પરંતુ વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ અને ભવિષ્ય જોખમમાં હોવાનો ડર છે.

આ પણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર ટેરિફ લાદવા ચીમકી ઉચ્ચારી; ગંભીર આરોપો પણ લગાવ્યા

ભારત સરકારની જાહેરાત:
ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જાહેરાત કરી હતી કે ભારત અમેરિકામાં વસતા અનડોક્યુમેન્ટેડ ભારતીય નાગરિકોને સ્વીકારવા તૈયાર છે. જો કે દેશનિકાલ થઈ શકે તેવા ભારતીય મૂળના વ્યક્તિઓની સંખ્યા અંગે હજુ સુધી કોઈ અંદાજ લાગવવામાં આવ્યો. જયશંકરે જણાવ્યું છે કે વ્યક્તિઓના ભારતીય મૂળના છે કે નહીં તેણી ચકાસણી કરવી જરૂરી રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button