પતિ મુકેશ અંબાણીને મૂકીને આ કોની સાથે ડેઝર્ટમાં વેકેશન માણી રહ્યા છે નીતા અંબાણી? વાઈરલ ફોટો જોઈને…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના ધનવાન પરિવારમાં કરવામાં આવે છે અને આ પરિવાર વિશેની ઝીણામાં ઝીણી બાબતો જાણવામાં લોકોને ખૂબ જ રસ હોય છે. પરિવારના દરેક સભ્યની એક અલગ ફેન ફોલોઈંગ છે અને આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર નીતા અંબાણી (Nita Ambani)ના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં તેઓ મુકેશ અંબાણી (Mukesh Ambani)નહીં પણ કોઈ બીજી વ્યક્તિ સાથે વેકેશન માણતી જોવા મળી રહ્યા છે.
આ ફોટો જોઈને મુકેશ અંબાણીનું રિએક્શન કેવું હશે એ તો રામ જાણે, ચાલો તમે પણ જોઈ લો આ વાઈરલ ફોટો-
વાઈરલ થઈ રહેલાં ફોટોમાં જોવા મળી રહ્યું છે કે નીતા અંબાણી બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન (Salman Khan) સાથે વેકેશન માણતા જોવા મળી રહ્યા છે. બંને જણ રણ પ્રદેશમાં સૂર્યાસ્તનો આનંદ ઉઠાવી રહ્યા છે. સલમાન ખાન અને અંબાણી પરિવારના સંબંધો ખૂબ જ સારા છે એ વાત તો આપણે જાણીએ જ છીએ પણ આ રીતે મુકેશ અંબાણીને છોડીને સલમાન ખાન સાથે નીતા અંબાણી વેકેશન જાય એ થોડું વધારે પડતું લાગે છે નહીં?
બોસ કહાની મેં ટ્વીસ્ટ એ છે કે આ ફોટો રિયલ નહીં પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) જનરેટેડ છે. સોશિયલ મીડિયા પર આ ફોટો આગની જેમ વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં બંને જણ રણના જહાજ ગણાતા ઊંટ સાથે પણ ફોટો પડાવતા જોવા મળી રહ્યા છે. નેટિઝન્સ સલમાન અને નીતા અંબાણીના આ ફોટો જોઈને ખૂબ જ ચોંકી ઉઠ્યા છે. કેટલાક જણ તો સમજ્યા વિચાર્યા વિના જ બંને જણ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે સાથે એવી કમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
Also read: મુકેશ અંબાણી તેમના પૈસાનું ક્યાં રોકાણ કરે છે? જાણો હકીકત…
આ વાઈરલ ફોટો પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ થઈ રહ્યો છે. ઘણા વાંક દેખ્યા લોકો કમેન્ટ બોક્સમાં પોત પ્રકાશી રહ્યા છે તો સલમાન ખાનના ફેન્સ તેની સાઈડ લેતા જોવા મળી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથગ્રહણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા અને ત્યાં પણ નીતા અંબાણીએ પોતાની ફેશન અને બ્યુટીથી લાઈમલાઈટ ચોરી લીધી હતી. ભાઈ આ તો અંબાણી પરિવાર છે તેમની નાનામાં નાની બાબત પણ ખાસ અને લાઈમલાઈટ ચોરી જ લેવાની તો આ તો સુપરસ્ટાર સલમાન ખાન સાથે વેકેશન માણતા ફોટોની વાત છે ભાઈસાબ…