સ્પેશિયલ ફિચર્સ

નાગા સાધ્વીઓની છે અલગ દુનિયા ચાલો જાણીએ તેમના વિશે

પ્રયાગરાજમાં(prayagraj) હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. આ સમયે સંગમ શહેર પ્રયાગમાં ઋષિ-મુનિઓ સહિત કરોડો ભક્તો હાજર છે. આસ્થાનો આ તહેવાર મહાકુંભમાં (mahakumbh)સ્નાન કરવા આવતા લોકો માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. કુંભ મેળામાં સૌથી અનોખી બાબત નાગા સાધુઓની છે. જે રીતે નાગા સાધુઓ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે તે જ રીતે મહાકુંભમાં નાગા સાધ્વી પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દરમિયાન અભિનેત્રી મમતા કુલકર્ણી સાધ્વી બની જતા લોકોનું ધ્યાન તેમના તરફ ખેંચાયું છે. જોકે સાધ્વી બનવું પણ કઈ સહેલું નથી. ઘણી ગતિવિધિઓમાંથી પસાર થયા બાદ તેઓ સાધ્વીના રૂપમાં જોવા મળે છે. મહાકુંભમાં નાગા પુરુષોની સાથે મહિલાઓની પણ દીક્ષા થાય છે. નાગા સાધુઓ વિશે તો આપણી પાસે માહિતી હોય છે, પરંતુ નાગા સાધ્વીઓની દુનિયા પર અલગ છે. આજે તેમની દુનિયામાં એક લટાર મારીએ.

મહિલાઓ નાગા સાધ્વી કેવી રીતે બને છે
મહિલાઓ માટે નાગા સાધ્વી બનવુ ઘણુ મુશ્કેલ કાર્ય છે. સાધ્વીઓના જણાવ્યા અનુસાર જે મહિલા નાગા સાધ્વી બનવાનો નિર્ણય કરે છે તેનાં પરિવાર અને સાંસારિક જીવનની તપાસ કરવામાં આવે છે. મહિલાએ તે સાબિત કરવું પડે છે કે તેને હવે મોહ, માયા અને પ્રેમ જેવી કોઈ લાગણી નથી અને તેને બ્રહ્મચર્યનું પાલન કરીશકે તેમ છે. આ સાબિત કરવામાં મહિલાને 10થી 12 વર્ષનો સમય લાગે છે. જ્યારે અખાડાના ગુરુને મહિલાની આ બધી બાબતોમાં વિશ્વાસ આવે, ત્યારે જ તે મહિલાને દીક્ષા આપવા તૈયાર થાય છે.

Also read: ગિરનારની પરિક્રમા પાર્ટ-3ઃ જાણી લો રોચક તથ્યો

દીક્ષા લીધા બાદ શું કરવાનું રહે છે
દીક્ષા લીધા પછી મહિલાએ સાંસારિક વસ્ત્રોનો ત્યાગ કરીને સન્યાસીઓની જેમ અખાડામાંથી મેળવેલા પીળા કપડાથી પોતાનું શરીર ઢાંકવું પડે છે. ત્યારબાદ મુંડન, પિંડ દાન અને નદી સ્નાનનું કાર્ય કરવાનુ હોય છે. તેમને ગુરુ તરફથી ભભુત, વસ્ત્રો અને કંઠી આપવામાં આવે છે. આ પછી મહિલા નાગા સાધ્વી બ્રહ્મમુહૂર્ત દરમિયાન ભગવાન શિવનો જાપ કરે છે અને પછી અખાડાના પ્રમુખ દેવતાની પૂજા કરે છે. ત્યારબાદ તેને અખાડામાં નાગા સાધ્વી ગણવામાં આવે છે અને માતાનું પદ આપીને સન્માનિત કરવામાં આવે છે. નાગા સાધ્વી પોતાના શરીર પર માત્ર એક જ કપડુ ધારણ કરી શકે છે. મહિલા નાગા સાધ્વીઓને દીક્ષા લેતા પહેલા ત્રણ વખત પૂછવામાં આવે છે કે શું તેઓ પોતાના સાંસારિક જીવનમાં પાછા ફરવા માંગે છે. જેથી સન્યાસી જીવન અપનાવનાર મહિલાને કોઈ અફસોસ ન રહે અને તે પોતાના દિક્ષાર્થી જીવનને ન્યાય આપી શકે

નાગા સાધ્વી કોણ હોય છે?

મહિલા નાગા સાધ્વીઓને માઈ કહેવાય છે અને તેઓ વસ્ત્રધારણ કરે છે. માઈ જુના અખાડામાં હોય છે ત્યા તેઓની સંખ્યા હજારોમાં હોય છે. તેમની શિબિરનું આયોજન જુના અખાડા કેમ્પની બાજુમાં કરવામાં આવે છે. અખાડામાં માઈને શ્રીમહંતનું પદ આપવામાં આવ્યું છે. શ્રીમહંત પદ માટે નિમણુક મહિલા સાધ્વીઓ શાહી સ્નાનના દિવસે પાલખીમાં મુસાફરી કરે છે અને તેમને અખાડાના ધ્વજ, ડંકા અને દાણા પહેરવાની પરવાનગી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button