ગુજરાત કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ શું કહ્યું?
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપ, કૉગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ચૂંટણીનો ધમધમાટ શરૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. ગુજરાત કૉંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકનું સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, કૉંગ્રેસ પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે અને લોકોનું સમર્થન પણ મળશે.
આ પણ વાંચો : જંત્રી દરના વધારા સામે વિરોધની વચ્ચે રાજકોટમાં જંત્રી દરના વધારા માટેની અરજી!
ગુજરાતમાં ક્યારે યોજાશે સ્થાનિક સ્વરાજચૂંટણી
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા આ ચૂંટણીની જવાબદારી મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી છે. તેઓ કાર્યકારી પ્રમુખ તરીકે રજની પટેલ અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની જોડી મળીને આ ચૂંટણી લડશે. જેમાં પાટીલ સી આર પાટીલ દિલ્હીથી માર્ગદર્શન આપશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો નિર્ણય; ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપાઈ
સ્થાનિક ચૂંટણીમાં ભાજપ જૂના હોદ્દેદારોથી ચૂંટણી લડશે અને માર્ચમાં નવું સંગઠન રચાશે. હાલ ભાજપમાં નવા સંગઠનની પ્રક્રિયા ચાલી રહી છે. પરંતુ કોઈ કારણોસર જિલ્લા-શહેર પ્રમુખોના નામ હજુ સુધી જાહેર થયા નથી. સૂત્રોના કહેવા મુજબ દાવેદારોની સંખ્યા વધારે હોવાથી ક્યાંક વિવાદ થાય તેવો આંતરિક ભય પ્રદેશ નેતાગીરીને લાગી રહ્યો હોવાથી હાલ તમામ પ્રક્રિયા અટકાવીને ભાજપના સંગઠનને ચૂંટણીમાં ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપના નવા સંગઠન માળખાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.