સ્પેશિયલ ફિચર્સહેલ્થ

મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ ઓછું હોવાની માન્યતા સાચી કે ખોટીઃ જાણો વિગતવાર…

મહિલાઓ જ્યાં હોય ત્યાં હળવી થઈ જાય, મનની વાત કોઈને કરી દે, રડી લે એટલે તેમના હૃદય પર વધુ ભાર પડે નહીં અને પુરુષો મનની મનમાં રાખે, રડી શકે નહીં એટલે તેમના હૃદય ક્યારે બંધ પડી જાય તે કહેવાય નહીં. આવી એક સર્વસામાન્ય માન્યતા આપણામાંથી મોટાભાગનાલોકો ધરાવે છે. જોકે અલગ અલગ સંશોધન અને તબીબી નિષ્ણાતો આ માન્યતાને સમર્થન આપતા નથી, તેમના કહેવા અનુસાર મહિલાઓમાં પણ હૃદયને લગતી બીમારીનું જોખમ એટલું જ રહે છે. તો આવો જાણીએ વિગતવાર.

આ પણ વાંચો : ઠંડી એટલી પડે છે કે ખાવામાં કન્ટ્રોલ રહેતો નથી, તો પછી વજન વધે તેનું શું ?

ક્યા સમયે મહિલાઓમાં હાર્ટ એટકેનું જોખમ

હાર્ટ અટેક (heart attack) આવે તે પહેલાં આપણું શરીર આપણને કેટલાક સંકેતો આપે છે, જેની અવગણના કરવી ગંભીર સાબીત થાય છે. આ સમસ્યા કોઈને પણ થઈ શકે છે. હૃદયરોગ એ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. હાર્ટ એટેકનું જોખમ જીવલેણ ગણવામાં આવે છે.

મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ સવારના સમયમાં વધારે હોય છે. ખાસ કરીને સવારના અર્લી મોર્નીંગના કલાકોમાં 3 થી 4 વાગ્યાની આસપાસ, સ્ત્રીઓને હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે.

કારણ કે હાર્ટ એટેક હોર્મોનલ પ્રક્રીયા સાથે સંકળાયેલા છે. જો આ લક્ષણોને યોગ્ય સમયે ઓળખવામાં આવે તો મહિલાઓનો જીવ બચાવવામાં મદદગાર બને છે.

હાર્ટ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ એનઝેડના રિપોર્ટ અનુસાર, ન્યૂઝીલેન્ડમાં એક માહીતી નોંધવામાં આવી હતી, જેમાં દર અઠવાડિયે 55થી વધુ મહિલાઓને હાર્ટ એટેક આવે છે અને પોતાનો જીવ ગુમાવે છે. ઉપરાંત શુગર અને કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓથી પીડિત મહિલાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધુ હોય છે. ચલો જાણીએ હાર્ટ અટેકના સંકેતો સહિત તેનું નિવારણ.

છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થવી

MedicalnewsToday

છાતીમાં દુખાવો તે ખૂબ જ સામાન્ય એવું લક્ષણ છે, આ સાથે જો શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હોય તો તેને અવગણશો નહીં.

સતત થાક અને નબળાઇ

Cleveland clinic health essentials

અતિશય થાક અથવા નબળાઈ જણાય તો તે હાર્ટ એટેકની નિશાની છે. કોઈ ખાસ શારીરિક પ્રવૃત્તિ વિના થાકી જવાનું અને શરીરમાં સ્ફૂર્તી ન હોવાનું પણ એક સંકેત હોઈ શકે.

વારંવાર વૉમિટ સેન્સેશન થવા કે ચક્કર આવવા

Patient.info

સામાન્ય રીતે આપણે ઉબકા કે ઉલટીને હાર્ટ એટેક સાથે જોડતા નથી. પણ જો તમને અન્ય કોઈ કારણ વિના વારંવાર ઉલટી થતી હોય કે ઉબકા આવતા હોય તો તમારે ચોક્કસ ચિંતા કરવાની જરૂર છે. આ સાથે ચક્કર આવવા, માથું ભમવું વગેરે પણ લક્ષણો હોય છે. તેને અવગણવા જોઈએ નહીં, ખાસ કરીને જો સવાર સવારમાં આવી તકલીફો થતી હોય તો ચોક્કસ ડોક્ટરની સલાહ લેવી.

આ પણ વાંચો : Health: બાળકોને સંતરા ખવડાવવાથી શરદી અને ઉધરસ થતા અટકે છે, જાણો હકીકત?

આ સાથે હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા માટે,ઓછામાં ઓછી 30 મિનિટની કસરત કરવી જોઈએ. ધ્યાન કરવું, ઊંડા શ્વાસ લેવાની કસરત કરવી, વૉકિંગ દ્રારા તણાવ ઘટાડી શકાય છે. તેવી જ રીતે, ફળો, શાકભાજી, ઓછી ચરબીવાળા પ્રોટીનથી ભરપુર ખોરાક લેવાથી હાર્ટ અટેકનું જોખમ ઘટાડી શકાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button