માતૃભાષા આપણી આંખ, બાકીની ભાષાઓ ચશ્માનું કામ કરે છેઃ વેંકૈયા નાયડુ
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના (gujarat university) 73માં દીક્ષાંત સમારોહમાં (convocation) પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ (former VP Venkaiah Naidu) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પદવી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષામાં શુભેચ્છા પાઠવી હતી. પ્રાસંગિક સંબોધનમાં તેમણે માતૃભાષાનું મહત્ત્વ સમજાવવાનો પ્રયાસ કરતાં કહ્યું ,માતૃભાષા આંખ જેવી છે જ્યારે અંગ્રેજી ભાષા ચશ્મા જેવી છ. માતા-પિતા- માતૃભૂમિ, દેશ, ગુરુની સાથે તેમણે માતૃભાષાનું ગૌરવ કરવાની સલાહ આપી હતી. તેમણે જણાવ્યું, ભાષા શીખવી અને બોલવી જોઈએ પરંતુ માતૃભાષા ભૂલવી જોઈએ નહીં. માતૃભાષા હૃદયથી નીકળતી હોય તે એટલે પરિવારજનો સાથે હંમેશા માતૃભાષામાં જ વાતચીક કરવી જોઈએ. માતૃભાષા આપણી આંખો છે બાકીની ભાષાઓ ચશ્માનું કામ કરતી હોય છે. આપણી માતૃભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ.
ગુજરાતની ભૂમિને વિશિષ્ટ ધરતી ગણાવીને કહ્યું, આ ધરતી પર જ્ઞાન, સમજ અને સહકારની સરવાણી વહે છે. જે આ રાજ્યને અગ્રેસર રાખે છે. ગુજરાત યુનિવર્સિટીની પ્રશંસા કરતા કહ્યું, અહીં શિક્ષણના ધારાધોરણો એવા ઊંચા છે કે વિદ્યાર્થીઓને માત્ર જ્ઞાન આપતું નથી પરંતુ તેમના ચારિત્ર્યના વિકાસ પર ભાર મૂકવામાં આવે છે, એટલે જ ડૉ, કસ્તુરી રંગન, ડૉ.વિક્રમ સારાભાઈ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેવા મહાનુભાવો દેશને મળ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને 4 સીનો મંત્ર આપ્યો હતો. કેરેકટર, કેલિબર, કેપિસિટી અને કન્ડક્ટ પર ફોક્સ રાખવા જણાવ્યું હતું. નેશન માટે પેશન રાખવાની અને મેળવેલા શિક્ષણનો ઉપયોગ રાષ્ટ્રનિર્માણમાં કરવાની સલાહ આપી હતી.
Also read: માતૃભાષાની મીઠાસ તો જુઓ નમકને ‘મીઠું’ કહીએ છીએ
મોબાઇલના વધતા ઉપયોગ અંગે ચેતવણી આપતાં તેમણે કહ્યું, સેલફોન આપણા માટે હેલ ફોન ન બની જાય તેની કાળજી લેવી જોઈએ. જ્યાં પીસ હોય ત્યાં જ પ્રોગ્રેસ થઈ શકે છે. તેમણે વિદ્યાર્થીઓને નેચર વચ્ચ સમય વિતાવવા તેમજ યોગને અપનાવવા અપીલ કરી હતી. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, પીએમ મોદીનો સંકલ્પ વર્ષ 2047માં વિકસિત ભારતના નિર્માણમાં આપ સૌની ભૂમિકા મહત્ત્વની બની રહેશે. ગુજરાત યુનિવર્સિટીની સાફળ્યાગાથા વર્ણવતા મંત્રીએ કહ્યું કે, આ યુનિવર્સિટીએ અનેક ક્ષેત્રે ખ્યાતનામ મહાનુભાવોનું નિર્માણ કર્યું છે.