મુંબઈગરાઓના ખિસ્સા પર વધુ એક મારઃ પહેલી તારીખથી રિક્ષા-ટેક્સીના ભાડા વધશે…
મુંબઈ: શહેરમાં કાળી અને પીળી ઓટો અને ટેક્સીનાં ભાડાંમાં ત્રણ રૂપિયાના વધારાને એમએમઆરટીએ મંજૂરી આપી દીધી છે. આથી હવે પહેલી ફેબ્રુઆરીથી મુંબઈગરાએ 3 રૂપિયા વધુ ચૂકવવા માટે તૈયાર રહેવું પડશે, એવું અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : પૂજા ચવ્હાણ મૃત્યુ કેસમાં શિંદેજૂથના પ્રધાનને મોટી રાહત, ભાજપનાં એમએલસીની યાચિકા ફગાવાઈ
દરમિયાન એસટીના ભાડામાં પણ 14.95 ટકાનો વધારો કરવામાં આવ્યો હોવાનું મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એસટીએ)ના અધિકારીએ જણાવ્યું હતું. એસટીનો ભાડાવધારો શનિવાર રાતથી અમલમાં આવશે, એવું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીએ બહાર પાડેલી યાદીમાં જણાવ્યું હતું કે રિક્ષાનું નવું ભાડું 23ને બદલે હવેથી 26 રૂપિયા અને કાળીપીળી ટેક્સીનું ભાડું 28ને બદલે 31 રૂપિયા થઇ જશે. બ્લુ એન્ડ સિલ્વર એસી કુલ કેબનું ભાડું પણ 40ને બદલે 48 રૂપિયા કરવામાં આવ્યું છે, એવું યાદીમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો : અમિત શાહને ઉદ્ધવ ઠાકરેનો જોરદાર જવાબ, ‘ઘાયલ વાઘ અને તેનો પંજો શું છે દેખાડીશું’
આ નિર્ણય એમએમઆરટીએની ગુરુવારે મળેલી બેઠકમાં ઉક્ત નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે નવું ભાડું મીટર રિકેલિબ્રેટ થયા પછી જ વસૂલી શકાશે, એવું એમએમઆરટીએએ પોતાની યાદીમાં જણાવ્યું હતું.