આમચી મુંબઈ

સોમવારથી મરીન ડ્રાઈવથી બાન્દ્રા નવ મિનિટમાંઃ કૉસ્ટલ રોડનો આ ભાગ ખુલ્લો મુકશે સીએમ

મુંબઈઃ સતત દોડતી મુંબઈનગરીમાં માળખાકીય સુવિધાઓ જેટલી કરો તેટલી ઓછી છે. ઉપનગરો અને દક્ષિણ મુંબઈ વચ્ચે કામધંધા માટે રોજ અપડોઉન કરતા લોકોના જીવનના વર્ષો સૌથી વધારે રસ્તા પર એટલે કે ટ્રાવેલિંગમાં ખર્યાય છે. મુંબઈની લોકલ રોજના 65થી 70 લાખ લોકોની અવરજવરની જવાબદારી લે છે અને ત્યારબાદ બેસ્ટ બસ સેવા અને મેટ્રો રેલ સેવા મુંબઈગરાઓની સેવામાં રોજ કેટલાય ફેરા કરે છે. તેમ છતાં એક મોટો વર્ગ છે જે જાહેર પરિવહનનો નહીં પણ ખાનગી વાહનોનો ઉપયોગ કરે છે. આ વર્ગ માટે કલાકો ટ્રાફિકમાં ફસાઈ, ઓટોમોબઈલ પોલ્યુશનનો ભોગ બનવાનું આમ થઈ ગયું છે ત્યારે તેમને સરળતા માટે શહેરમાં કેટલાય બ્રિજ બન્યા છે, જેમાં એકનો ઉમેરો ગયા વર્ષે થયો હતો. મુંબઈના દરિયાને ચીરીને જતા કોસ્ટલ રોડ દ્વારા વાહનચાલકો માટે દહીસરથી મરિન ડ્રાઈવ જવાનું સરળ કરવાની કોશિશ થઈ રહી છે ત્યારે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા આ બ્રિજનો વધુ એક ભાગ આવતીકાલે ખુલ્લો મૂકવામાં આવશે, જેનો ઉપયોગ સોમવારથી આમ જનતા કરી શકશે.

મળતી માહિતી અનુસાર મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટ (કોસ્ટલ રોડ)થી વરલી-બાંદ્રા સી બ્રિજથી મરીન ડ્રાઈવને જોડતા પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેથી, રવિવારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને સોમવારથી કોસ્ટલ રોડ મુંબઈકરોને ઉપલબ્ધ થશે. બાન્દ્રાથી મરિન ડ્રાઈવ 9 મિનિટમાં મરીન ડ્રાઈવથી વરલી-બાંદ્રા સી બ્રિજ સુધી કોસ્ટલ રોડ પ્રોજેક્ટને જોડતો બ્રિજ પૂરો થતાં તેનું ઉદ્ઘાટન આવતીકાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ કરશે અને સોમવારથી મુંબઈગરાઓ તેના પર પોતાની કાર દોડાવી શકશે. આ વીંગ ખુલ્લી મૂકાતા બાન્દ્રાથી મરિન ડ્રાઈવ માત્ર નવ મિનિટમાં પહોંચી શકાશે અને સવારે 7થી રાત્રે 12 સુધી આ બ્રિજનો ઉપયોગ કરી શકાશે. મુંબઈના દક્ષિણ છેડે આવેલા નરીમાન પોઈન્ટથી દહિસર સુધી પહોંચવા માટે મુંબઈ કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ અલગ અલગ તબક્કામાં શરૂ થયું હતું અને હવે બે તબક્કા પૂરા થયા છે. કોસ્ટલ રોડની પહેલો ભાગ ગયા વર્ષે 12મી માર્ચે ખુલ્લો મૂકવામાં આવી હતી. હવે બાન્દ્રા સુધીનો ભાગ લોકોને ઉપયાગમાં લેવા ખુલ્લો મૂકાઈ રહ્યો છે.

Also read: અંતે એન્જિનિયરિંગની અજાયબી સમા મુંબઈના કૉસ્ટલ રોડના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન

આ બ્રિજ સુંદર તો છે જ સાથે એન્જિનિયરિંગની દૃષ્ટિએ પણ ઘણો પડકારજનક છે અને પાલિકાએ તેને પૂરો કરી દેશને એક સારો કોસ્ટલ રોડ આપ્યો છે. દક્ષિણ મુંબઈથી ઉત્તર મુંબઈ તરફના ટ્રાફિકને વર્લી-બાંદ્રા સેતુ સાથે જોડવા માટે બે પુલ બાંધવામાં આવ્યા છે. આ પુલ બાંધવા માટે સૌપ્રથમ વખત બો આર્ચ સ્ટ્રીંગ ગર્ડર લગાવવામાં આવ્યા છે. મુંબઈ કોસ્ટલ રોડના વરલી છેડા અને બાંદ્રા-વરલી સી બ્રિજ માર્ગ હવે આ પુલ દ્વારા સીધા જોડાયેલા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button