Latest Ahmedabad News: અમદાવાદ શહેરમાં આજે કોલ્ડપ્લે કોન્સર્ટ (coldplay concert in Ahmedabad) યોજાશે. આ માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. દર્શકોના ધસારાને પહોંચી વળવા બપોરે 2 વાગ્યાથી જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) પ્રવેશ આપવામાં આવશે. સાંજે 5.30 કલાકથી કાર્યક્રમ શરૂ થશે અને 7 વાગ્યાથી શરૂ થશે. અમદાવાદમાં 25-26 જાન્યુઆરીના રોજ યોજાનારા કોન્સર્ટને લઈ શહેરમાં દેશ-વિદેશના ચાહકોનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. ફ્લાઇટનું ભાડું પણ ત્રણ થી ચાર ગણું થઈ ગયું છે. અમદાવાદની અનેક હોટલો બે દિવસ માટે હાઉસફૂલ થઈ ગઈ છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો નિર્ણય; ફોજદારી કેસોની દેખરેખ ગૃહ વિભાગને સોંપાઈ
ગાંધીનગર સર્કિટ હાઉસમાં વિજાપુરના ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડા અને બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સંઘવીએ કહ્યું કે, બે દિવસ દરમિયાન 300 કરોડનો વેપાર થવાની શક્યતા છે. તેમણે ક્હ્યું, અમદાવાદ જ નહીં ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં હોટલ બુકિંગમાં ઉછાળો આવ્યો છે. હજારો લોકો આ કોન્સર્ટમાં સામેલ થવા આવી રહ્યા છે. પ્રવાસન સંબંધી રોજગારીની તકો અંગે ગેનીબેન ઠાકોર વાત કરતાં હર્ષ સંઘવીએ કહ્યું, 10મું નાપાસ લોકો પણ પ્રવાસીઓ સાથે હિન્દીમાં કમ્યુનિકેશન કરી રહ્યા છે. જે આ રાજ્યમાં ટુરિઝમની પોઝિટિવ ઈમ્પેક્ટ દર્શાવે છે.
આ પણ વાંચો : ગુજરાતનું લાગ્યું ઘેલુંઃ બે વર્ષમાં 35 કરોડથી વધુ પ્રવાસીએ લીધી રાજ્યની મુલાકાત
કોલ્ડપ્લે એન્વાયર્મન્ટ ફેન્ડલી છે, જેના કારણે 44 કાઈનેટિક ટાઇલ્સનો ઉપયોગ કરીને એનર્જી ફ્લોર બનાવ્યા છે. એક કાઇનેટિક ટાઇલ્સ 2 થી 35 વોટની વીજળી પેદા કરે છે. કોલ્ડપ્લ પાસે 15 કાઇટેનિક સાયકલ પણ છે, જેને પેડલ મારવાથી 200 વોટ જેટલી વીજળી પેદા થશે.