આમચી મુંબઈ

મ્હાડાના ડેવલપરને ફટકો: બિલ્ડિંગના રિડેવલપમેન્ટના રખડેલા પાંચ પ્રોજેક્ટને તાબામાં લેવાયા

મુંબઈઃ મુંબઈ શહેરની જૂની જર્જરિત થયેલી સેસ બિલ્ડિંગનો પુનર્વિકાસ આઠ-દસ વર્ષથી રખડાવનારા ડેવલપરોને મ્હાડાએ નિશાન પર લીધા છે. મ્હાડાએ એનઓસી આપ્યું હોવા છતાં પ્રોજેક્ટ પૂરો ન કરનારા ડેવલપરો પાસેથી મુંબઈ બિલ્ડિંગ રિપેર એન્ડ રિક્નસ્ટ્રક્શન બોર્ડે મ્હાડાના કાયદામાં નવી કલમ 11-અ અનુસાર પાંચ પુનર્વિકાસ પ્રોજેક્ટને કાઢી નાખ્યા છે.

મ્હાડા હવે પોતે ડેવલપરની નિમણૂક કરીને કામ પૂરું કરવાનું હોવાથી ભાડા પર રહેતા અને રહેવાસીઓને રાહત મળશે. સેસ બિલ્ડિંગ જોખમી થયા બાદ તેનો પુનર્વિકાસ કરવા માટે સંબંધિત બિલ્ડિંગ માલિકને મ્હાડાએ નોટિસ આવ્યા બાદ છ મહિનામાં પુનર્વિકાસ પ્રસ્તાવ રજૂ કરવું ફરજિયાત છે.

આ પણ વાંચો : ટોરેસ કૌભાંડમાં ઈડીના મુંબઈ અને જયપુરમાં દરોડા

તે અનુસાર મ્હાડાએ પુનર્વિકાસ માટે એનઓસી આપ્યા બાદ માલિક તરફથી ડેવલપર નક્કી કરવામાં આવતો હોય છે. જોકે અનેક ડેવલપરોએ આર્થિક મુશ્કેલીમાં હોવાનું કારણ આપ્યું હોવાથી પ્રોજેક્ટ રખડી ગયા છે.

તેની ગંભીર નોંધ મ્હાડાની બિલ્ડિંગ રિપેર એન્ડ રિક્નસ્ટ્રક્શન બોર્ડે પાંચ ડેવલપર પાસેથી પ્રોજેક્ટને પોતાના તાબામાં લઇ લીધા છે. આથી મનમાની કરનારા ડેવલપરોને ફટકો બેઠો છે. મ્હાડા હવે પોતાના અધિકાર હેઠળ આ કામ પૂરું કરશે, એવી માહિતી અધિકારીએ આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button