સ્પોર્ટસ

સહેવાગ અને આરતીનો બાળપણનો આ રીતે પ્રેમ પરિણમ્યો લગ્નમાં, પણ હવે…

મુંબઈ: છેલ્લા ઘણા દિવસોથી કેટલાય ભારતીય ક્રિકેટરોનું પારિવારિક જીવન ચર્ચામાં છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા અંગે અટકળો ચાલતી રહે છે. એવામાં ટીમ ઈન્ડિયાના પૂર્વ ધુંઆધાર ઓપનીંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ અને તેની પત્ની આરતી અહલાવત વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હોવાના (Virendra Sehwg-Arti Ahlavat Dicorce) અહેવાલો છે. અટકળો મુજબ દંપતીના 20 વર્ષના લગ્નજીવનનો અંત આવવાનો છે.

સોશિયલ મીડિયાએ અટકળોને વેગ આપ્યો:
અહેવાલ મુજબ વીરેન્દ્ર સેહવાગ અને આરતી બંનેએ એકબીજાને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. જ્યારે આરતીએ તો પોતાનું ઇન્સ્ટા એકાઉન્ટ પ્રાઇવેટ કરી દીધું છે. જ્યારે, આરતી સોશિયલ મીડિયા X પર સેહવાગને ફોલો કરી રહી છે, પણ સેહવાગ આરતીને ફોલો નથી કરી રહ્યો. જેને કારણે અટકળોને વેગ મળ્યો છે.

દિવાળી પણ અલગ જ ઉજવી:
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ દંપતી લાંબા સમયથી અલગ રહી રહ્યા છે અને ઘણા દિવસોથી તેઓ સાથે દેખાયા નથી. ગત વર્ષે દિવાળીની ઉજવણી દરમિયાન સેહવાગે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો શેર કર્યા હતાં, જેમાં તેમનો મોટો દીકરો દેખાય છે, પરંતુ આરતી નથી દેખાતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બંને વચ્ચેના સંબંધોમાં તણાવ છે.

આ બધા વચ્ચે સેહવાગ પરિવાર દ્વારા આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, આ બધી ફક્ત એક અટકળો છે.

બાળપણથી એકબીજાને ઓળખતા:
આરતી અને વીરેન્દ્ર સેહવાગની બાળપણથી જ એકબીજાને ઓળખતા હતાં. બંનેની પહેલી વાર એક લગ્ન સમારોહ દરમિયાન મળ્યા હતાં, ત્યારે સેહવાગ સાત વર્ષનો હતો અને આરતી પાંચ વર્ષની હતી. વીરેન્દ્રના પિતરાઈ ભાઈના લગ્ન આરતીની કાકી સાથે થયા હતાં. આ દરમિયાન આરતી અને સેહવાગ મિત્રો બન્યા.

લગ્ન જીવન:
સેહવાગ 21 વર્ષનો થયો, ત્યારે તેમણે આરતીને લગ્ન માટે પ્રપોઝ કર્યું. દૂરના સંબંધને કારણે પરિવાર શરૂઆતમાં થોડો ખચકાટ અનુભવાયો હતો, પરંતુ બાદમાં બંને પક્ષો માની ગયા. આ પછી, વર્ષ 2004 માં, સેહવાગ અને આરતીએ સ્વર્ગસ્થ નાણા પ્રધાન અરુણ જેટલીના નિવાસસ્થાને આયોજિત એક ભવ્ય સમારોહમાં લગ્ન કર્યા.

આ દંપતીના પહેલા પુત્ર આર્યવીરનો જન્મ 2007 માં થયો હતો, જ્યારે 2010માં તેમના બીજા પુત્ર વેદાંતનો જન્મ થયો હતો.

આ પણ વાંચો…IND vs ENG 2nd T20I : કંઇક આવો છે ચેન્નઈની પીચનો મિજાજ, શમીના ચાહકો ફરી નિરાશ થશે! વાંચો રીપોર્ટ

સેહવાગનું કરિયર:
સેહવાગે તેના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં 104 ટેસ્ટ, 251 વનડે અને 19 ટી-20 ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે 17 હજારથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવ્યા હતા, તેણે 136 વિકેટ પણ લીધી છે.

20 ઓક્ટોબર 2015 ના રોજ, સેહવાગે 37મા જન્મદિવસે, સેહવાગે આઈપીએલ સહિત, ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button