અમદાવાદઃ આખો દેશ જ નહીં આખું વિશ્વ ભારતમાં યોજાતા કુંભમેળાની નોંધ લઈ રહ્યું છે અને ઘણા સેલિબ્રિટી તેમાં શ્રદ્ધાપૂર્વક ભાગ પણ લઈ રહ્યા છે. દરેકને પોતાના રાજ્યથી ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જવાની વ્યવસ્થા મળે તે માટે રેલવેએ ગણી ટ્રેનો ફાળવી છે અને ફ્લાઈટ્સ પણ જાય છે, પરંતુ બન્ને હાઉસફુલ છે અને ફ્લાઈટ્સમાં ખૂબ જ મોંઘી ટિકિટો હોવાની ફરિયાદો પણ થઈ છે.
લોકોને પ્રયાગરાજ જવાની પડતી તકલીફોના અહેવાલોને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે એક ખૂબ જ મહત્વની જાહેરાત કરી છે. સરકાર ગુજરાતથી પ્રયાગરાજ ખાસ હાઈટેક વોલ્વો બસ દોડાવશે, તેવી જાહેરાત રાજ્યના પરિવહન પ્રધાન હર્ષ સંઘવીએ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત સરકાર મહાકુંભ મેળા માટે હાઇ-ટેક વોલ્વો બસો શરૂ કરશે. પ્રથમ બસને 27 જાન્યુઆરીએ રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ લીલી ઝંડી આપશે. આ માટે ખાસ પેકેજ ઓફર આપવામાં આવી છે, જેમાં ૩ રાત અને ૪ દિવસનો સમાવેશ થાય છે અને તેની વ્યક્તિદીઠ ટિકિટ માત્ર રૂ. 8100 રહેશે. મળતી માહિતી અનુસાર આમાં કુંભમાં રહેવાની વ્યવસ્થાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…વડોદરાની જાણીતી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્ર દોડતું થયું
કુંભ જવાની ઈચ્છા રાખતા લોકો માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે.