મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં શરૂઆતમાં (Indian stock market) સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ થોડા સમય બાદ બજારમાં તેજી જોવા મળી હતી. આજે બજાર ખુલ્યાના થોડા સમય બાદ બોમ્બે સ્ટોક એક્ષચેન્જની ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 216.41 પોઈન્ટ વધીને 76,736.80 પર પહોંચ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી (NSE NIFTY) 64.25 પોઈન્ટના વધારા સાથે 23,269.60 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
બજારની શરૂઆત ધીમી રહી, પરંતુ થોડા સમય પછી તેજી જોવા મળી, જેના કારણે બંને મુખ્ય ઇન્ડેક્સ ઉછાળ્યા. સેન્સેક્સ 0.28% વધ્યો, જ્યારે નિફ્ટીમાં પણ 0.28%નો વધારો નોંધાયો.
શરૂઆત આવી રહી:
શેરબજારની શરૂઆત સામાન્ય ઘટાડા સાથે થઇ હતી. BSE સેન્સેક્સ 0.085% કે 65 પોઈન્ટ ઘટીને 76,455.35 પર ખુલ્યો, જ્યારે NSE નિફ્ટી 0.092% કે 21 પોઈન્ટ ઘટીને 23,183.90 પર ખુલ્યો.
સેક્ટોરલ ઇન્ડેક્સ:
સેક્ટોરલ ઇન્ડેક્સમાં, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં સૌથી વધુ 1 ટકાનો વધારો નોંધાયો છે. આ પછી, નિફ્ટી મેટલ 0.9 ટકા અને નિફ્ટી રિયલ્ટીમાં 0.6 ટકાનો વધારો નોંધાયો. નિફ્ટી બેંક, ઓટો, એફએમસીજી અને આઇટી સેક્ટરમાં 0.2 ટકાનો નજીવો ઉછાળો જોવા મળ્યો. જ્યારેમ નિફ્ટી ફાર્મા સૌથી વધુ 1.6 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો…હવે ઘરે-ઘરે ‘રામાયણ’ પહોંચાડશે: જાણો કોણ કરશે આ શુભકાર્ય?
એશિયન બજારોમાં તેજી:
આજના કારોબારમાં એશિયન બજારોમાં તેજી જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 0.46% વધ્યો, જ્યારે કોરિયાનો કોસ્પી 0.92% અને ઓસ્ટ્રેલિયાનો ASX 200 0.40% વધ્યો.