મુંબઈ: મુંબઈની અદાલતે ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માને ચેક બાઉન્સ કેસમાં ત્રણ મહિનાની કેદની સજા ફટકારી છે અને તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ જારી કર્યું છે.
અંધેરીમાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટક્લાસ) વાય પી પુજારીએ મંગળવારે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની જોગવાઈઓ હેઠળ વર્માને સજાને પાત્ર ગુના માટે દોષી ઠેરવ્યા હતા.
અદાલતે ફિલ્મ નિર્માતાને આદેશની તારીખથી ત્રણ મહિનાની અંદર 3 લાખ 72 હજાર 219 રૂપિયાનું વળતર ફરિયાદીને ચૂકવવાનો પણ નિર્દેશ આપ્યો છે.વિગતવાર આદેશ હજી સુધી ઉપલબ્ધ નથી થયો.
આ પણ વાંચો…Abhishek Bachchanએ માતા-પિતા માટે કહી એવી કે સાંભળીને Aishwarya Ra-Bachchan તો…
આદેશ આપવામાં આવ્યો ત્યારે વર્મા કોર્ટ સમક્ષ હાજર ન હોવાથી અદાલતે કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર (સીઆરપીસી) મુજબ સજાના અમલ માટે તેમની ધરપકડ માટે બિન-જામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું.
વર્માની કંપની સામે 2018માં એક કંપનીએ ચેક બાઉન્સની ફરિયાદ કરી હતી. અદાલતે વર્માને એપ્રિલ 2022માં 5 હજાર રૂપિયાની રોકડ સુરક્ષા પર જામીન આપ્યા હતા. (પીટીઆઈ)