પશ્ચિમ રેલવેમાં વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનના વાણગાંવ અને દહાણુ રોડ સ્ટેશનો વચ્ચે રોડઓવર બ્રિજ (આરઓબી)ના બાંધકામ માટે કમ્પોઝિટ ગર્ડર બેસાડવા માટે 25મીના શનિવારે અને રવિવાર 26મી જાન્યુઆરી, 2025ના રોજ બ્લોક લેવામાં આવશે.
આ પણ વાંચો: Good News: પશ્ચિમ રેલવેએ વીકલી ટ્રેન માટે ભાભર સ્ટેશનને આપ્યું પ્રાયોગિક સ્ટોપેજ
25મી જાન્યુઆરી, 2025ના સવારના 10.30 કલાકથી 11.30 વાગ્યા સુધી અને 26મી જાન્યુઆરીના સવારના 09.50 કલાકથી સવારના 10.50 કલાક સુધીનો એક કલાકનો બ્લોક અપ અને ડાઉન મેઈન લાઈન પર લેવામાં આવશે, જેના કારણે પશ્ચિમ રેલવેની કેટલીક ટ્રેન પર અસર થશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ 25 અને 26 જાન્યુઆરી, 2025ના રોજ આ પ્રમાણે ટ્રેનસેવા પર અસર થઈ શકે છે.
આ પણ વાંચો: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, વીકએન્ડમાં ‘મેજર નાઈટ’ બ્લોક
25મી જાન્યુઆરીના ટ્રેનોને ટૂંકાવવામાં/રદ કરવામાં આવશે
ટ્રેન નંબર 93013 વિરાર – દહાણુ રોડ પેસેન્જર વાણગાંવ ખાતે ટુંકાવવામાં આવશે અને વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નંબર 93015 ચર્ચગેટ – દહાણુ રોડ પેસેન્જર વાણગાંવ ખાતે ટુંકાવવામાં આવશે અને વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
26મી જાન્યુઆરીના ટ્રેનોને ટૂંકાવવામાં આવી/રદ કરવામાં આવશે
- ટ્રેન નંબર 93011 ચર્ચગેટ – દહાણુ રોડ પેસેન્જર વાણગાંવ ખાતે ટુંકાવવામાં આવશે અને વાણગાંવ અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- ટ્રેન નં. 93013 વિરાર – દહાણુ રોડ પેસેન્જર બોઈસર ખાતે ટુંકાવવામાં આવશે અને બોઈસર અને દહાણુ રોડ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
25મી જાન્યુઆરીના ટ્રેનનું રેગ્યુલેશન/રીશેડ્યુલિંગ*
- ટ્રેન નં.12990 અજમેર- દાદર એક્સપ્રેસ 35 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 12980 જયપુર – બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ 25 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 12932 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ ડબલ ડેકર એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 82902 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ 20 મિનિટ મોડી પડશે
26મી જાન્યુઆરીના રોજ ટ્રેનનું રેગ્યુલેશન/ રીશેડ્યુલિંગ*
- ટ્રેન નંબર 12934 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ 35 મિનિટ મોડી પડશે
- ટ્રેન નંબર 09653 અજમેર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 01 કલાક મોડી પડશે
- ટ્રેન નંબર 09302 ડૉ. આંબેડકર નગર – બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 01 કલાક મોડી પડશે