Shahrukh Khanને નેટિઝન્સે પૂછ્યો OTP, મુંબઈ પોલીસે આપ્યો એવો મજેદાર જવાબ કે…
બોલીવૂડના રોમેન્સ કિંગ શાહરૂખ ખાન (Shahrukh Khan)ની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને એક્ટર પણ ફેન્સ સાથે જોડાયેલો રહેવા માટે સોશિયલ મીડિયા પર લાઈવ આવીને આસ્કએસઆરકે (AskSRK) સેશન કરતો હોય છે અને આ સેશનમાં એક્ટર યુઝરને મજેદાર જવાબ આપતો હોય છે.
વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક્ટરનો જૂનું ટ્વીટ વાઈરલ થઈ રહ્યું છે. આ સેશનમાં જ એક યુઝરે એસઆરકે પાસેથી ઓટીપી માંગ્યો હતો. એક્ટરે તો યુઝરના આ સવાલનો જવાબ આપ્યો હતો અને પરંતુ આ સવાલ પર મુંબઈ પોલીસ (Mumbai Police)એ આપેલો જવાબ સાંભળીને ઓટીપી પર સવાલ પૂછનાર બીજો સવાલ પૂછવાને લાયક નથી રહ્યો.
વાત જાણે એમ છે કે મુંબઈ પોલીસ છેલ્લાં કેટલાક સમયથી સાઈબર ક્રાઈમ વિરુદ્ધ સખત પગલાં લઈ રહી છે અને મુંબઈ પોલીસ તમામ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. આવી પરિસ્થિતિમાં જ્યારે શાહરૂખ ખાનને યુઝરે ઓટીપી પૂછ્યો હતો જેનો જવાબ આપતા જણાવ્યું હતું કે બેટા હું એટલો ફેમસ છું કે જ્યારે પણ ઓર્ડર કરું છું તો વેન્ડર્સ સામાન મોકલાવી દે છે. તું તારું જોઈ લે.
આ પણ વાંચો : શાહરૂખ ખાનને પણ નિશાન બનાવવાની હતી તૈયારી! પોલીસ તપાસ શરૂ
શાહરુખે ભલે ફેનને આવો જવાબ આપ્યો હોય પણ મુંબઈ પોલીસનો જવાબ ખૂબ જ ઈન્ટરેસ્ટિંગ હતો. મુંબઈ પોલીસે આ સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે 100. આ મુંબઈ પોલીસનો ટોલ ફ્રી નંબર છે. જોકે, આ ટ્વીટ આશરે દોઢ વર્ષ જૂનું છે અને હવે રેડિટ પર પણ વાઈરલ થઈ રહ્યું છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શાહરૂખ ખાને 2023માં પઠાણ, જવાબ અને ડંકી જેવી ફિલ્મો કરીને બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી હતી. વાત કરીએ તેના અપકમિંગ પ્રોજેક્ટની તો ટૂંક સમયમાં જ એક્ટર પોતાની દીકરી સાથે સુહાના ખાન સાથે બની રહેલી ફિલ્મ કિંગમાં જોવા મળશે.