નેશનલ
સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર અકસ્માત: ૧૨નાં મોત
મુંબઈ: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી પસાર થતા સમૃદ્ધિ એક્સપ્રેસ વૅ પર મિની બસ ક્ધટેઈનર સાથે અથડાઈ જતા ૧૨ પ્રવાસીનાં મોત થયાં હતાં જ્યારે ૨૩ને ઈજા થઈ હતી. ખાનગી બસમાં ૩૫ પ્રવાસીઓ હતા. છત્રપતિ સંભાજીનગર જિલ્લાના વૈજાપુર વિસ્તારમાં શનિવારની મધ્યરાત્રિ પછી અડધા કલાકે અકસ્માત થયો હતો.
મિની બસના ડ્રાઈવરે વાહન પર નિયંત્રણ ગુમાવતા મિની બસ ક્ધટેઈનરને પાછળથી અથડાઈ હતી. બાર પ્રવાસીનાં મોત થયાં હતાં. મૃતકોમાં પાંચ પુરુષ, છ મહિલા અને એક નાની બાળકીનો સમાવેશ થાય છે. એક પોલીસ અધિકારીએ કહ્યું કે ૨૩ પ્રવાસીને ઈજા થઈ હતી અને તેમને સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.