આમચી મુંબઈટોપ ન્યૂઝ

મુંબઈની સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ પ્રશાસન એલર્ટ

અફઝલ ગેંગ તરફથી બોમ્બ રાખ્યાનો દાવો, બોમ્બ સ્કવોડ ઘટનાસ્થળે

મુંબઈઃ મુંબઈમાં જોગેશ્વરી અને નવી મુંબઈની બે સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલને કારણે પોલીસ પ્રશાસન ફરી દોડતું થઈ ગયું હતું. પોલીસ અને બોમ્બ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. સમગ્ર સ્કૂલના વિસ્તારને સીલ કરવામાં આવ્યા પછી પોલીસ સઘન તપાસ કરી છે. જોકે, બોમ્બના ઈમેલને કારણે સમગ્ર સ્કૂલના પરિસરમાં ડરના માહોલનું નિર્માણ થયું હતું.

જોગેશ્વરી અને ઓશિવરા વિસ્તારની એક સ્કૂલમાં બોમ્બની ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી ગયો છે. ધમકી મળ્યા પછી મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ સ્કૂલ પરિસરમાં પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. આ ઈ-મેલ અફઝલ ગેંગ તરફથી બોમ્બ રાખવામાં આવ્યો હોવાનો દાવો કર્યો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કર્યા પછી શંકાસ્પદ ગતિવિધિ પર તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો: Rajkot માં ઈન્સ્ટાગ્રામ પર જોઈ પેટ્રોલ બોમ્બ બનાવી ફેંકનાર આરોપીઓની ધરપકડ…

દરમિયાન નવી મુંબઈની એક ખાનગી સ્કૂલમાં પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો. આ ઈમેલ સવારે સ્કૂલ પ્રશાસનને મળ્યો હતો, ત્યાર બાદ નવી મુંબઈ પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ હતી. પોલીસ પ્રશાસનની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસને મળેલા ઈમેલ પછી પોલીસ અને સુરક્ષા એજન્સી એલર્ટ કરવામાં આવી છે. આ કેસમાં પોલીસ ગંભીરતાપૂર્વક તપાસ કરી રહી છે અને ધમકીભર્યો ઈમેલ કરનારાને ટ્રેક કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. પોલીસે સ્કૂલ પ્રશાસન અને વાલીઓને સતર્ક રહેવાની અપીલ કરી છે. આ ઈમેલ મળ્યા પછી મુંબઈ સહિત તમામ સુરક્ષા એજન્સીને એલર્ટ કરી છે, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button