આમચી મુંબઈ

સરકારી વાહન વાપરવા પૈસા ચૂકવવા શિયાળુ અધિવેશન દરમિયાન સરકારી પર્યટન પર પ્રતિબંધ

મુંબઈ: રાજ્ય વિધાનસભાના શિયાળુ અધિવેશન વખતે લોક પ્રતિનિધિ તેમજ અધિકારી – કર્મચારીઓ દ્વારા સરકારી વાહનોનો ઉપયોગ અંગત પ્રવાસ માટે કરવામાં આવતા હોવા પર કઠોર નિયંત્રણો મૂકવામાં આવનાર છે. અધિવેશન ચાલી રહ્યું હોય એ દરમિયાન નાગપુરની બહાર જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. વિભાગીય આયુકતની પરવાનગી લઈ જો કોઈ પર્યટન પર જશે તો એની પાસેથી પ્રતિ કિલોમીટર ૧૨ રૂપિયાને હિસાબે ભાડું વસૂલ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. શિયાળુ અધિવેશન વખતે પ્રધાનો અને સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સરકારી વાહનોનો ઉપયોગ મોટા પ્રમાણમાં થતો હોય છે. પરિણામે વાહનોના ઈંધણના ખર્ચનો બોજો સરકારી તિજોરી પર આવે છે. આ કારણસર નાગપુરની બહાર જવા માટે વિભાગીય આયુકતની લેખિત પરવાનગીનો આગ્રહ રાખવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button