ગુજરાતમાં વધુ એક પરીક્ષાની તારીખ બદલાઈ, જાણો શું છે કારણ
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર થઈ છે. જેને લઈ જીપીએસસીની પરીક્ષાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જીપીએસસીના ચેરમેન હસમુખ અઢીયાએ અંગે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને માહિતી આપી છે. તેમણે લખ્યું, 16 મી ફેબ્રુઆરીએ પંચાયતનું મતદાન હોય તે દિવસની પરીક્ષા માટે નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
ગુજરાતમાં 66 નગરપાલિકાની ચૂંટણી યોજાશે. આ માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ પરિણામ જાહેર થશે. 66 નગરપાલિકાની 2178 બેઠક પર યોજાનારી ચૂંટણી માટે 27 જાન્યુઆરીએ જાહેરનામું પ્રસિદ્ધ થશે. તેમજ ઉમેદવારો 1 જાન્યુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.
also read: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વધુ એક નવો જિલ્લો બનાવાશે!
ઉલ્લેખનીય છે કે, જીપીએસસી ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી માટેની મુખ્ય પરીક્ષા છે. જીપીએસસીનું પુરુ નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે