સૈફના હુમલામાં ઉપયોગમાં લેવાયેલી છરીનો ત્રીજો ભાગ પણ મળી આવ્યો
મુંબઈઃ એક તરફ સૈફ પરના હુમલા અને તેના સંદર્ભમાં પકડાયેલા હુમલાખોર મામલે જાતજાતની તર્કવિર્તક થઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ પોલીસ પોતાનું કામ કરી રહી છે. પોલીસે ચાકુનો વધુ એક ભાગ મેળવવામાં સફળતા મળી છે. હુમલો કર્યા બાદ આરોપી શહેજાદે રેલ્વે સ્ટેશન જતી વખતે તળાવ પાસે છરીનું હેન્ડલ ફેંકી દીધું હતું. બુધવારે પોલીસે આ છરીનું હેન્ડલ જપ્ત કર્યું હતું.
સૈફ અલી ખાન કેસમાં પોલીસે અત્યાર સુધી ઘણા પુરાવા ભેગા કર્યા છે. કેસની તપાસ વખતે આરોપીના ફિંગર પ્રિન્ટ, આરોપીની કેપ, લોહીના ધબ્બાવાળા કપડાં, એક મોબાઈલ ફોન, ઈયરફોન અને છરીના બે ભાગ ભેગા કરવામાં આવ્યા છે. હવે પોલીસને છરીનો ત્રીજો ભાગ પણ મળી ગયો છે.પોલીસના જણાવ્યા અનુસાર સૈફ સાથેની ઝપાઝપીમાં એક ભાગ સૈફના શરીરમાં તો બીજો ભાગ તેના ઘરમાંથી મળી આવ્યો હતો અને હવે હેન્ડલ પણ મળી આવ્યું છે.
Also read: સૈફ હુમલા કેસમાં પોલીસને અનેક કડીઓ મળી, ટુંક સમયમાં ગુનેગાર પકડાઈ જશે: ફડણવીસ…
પોલીસના જણાવ્યા અનુસાર સૈફ સાથેની ઝપાઝપીમાં એક ભાગ સૈફના શરીરમાં તો બીજો ભાગ તેના ઘરમાંથી મળી આવ્યો હતો અને હવે હેન્ડલ પણ મળી આવ્યું છે. સૈફના ઘરે 16મી જાન્યુઆરીએ અડધી રાત્રે આરોપી ઘુસ્યો હતો અને હુમલમાં લોહીલુહાણ સૈફ લીલાવતી હૉસ્પિટલમાં દાખલ થયો હતો. ત્યાંથી તેને પાંચ દિવસ બાદ રજા આપવામાં આવી હતી અને હજુ આરામ કરવાની સલાહ ડોક્ટરે આપી છે.