રોહિત ઉપરાંત ટીમ ઇન્ડિયાના આ બેટર્સ રણજીમાં ફ્લોપ રહ્યા; ચાહકો નિરાશ
મુંબઈ: ઈન્ડિયાની ટેસ્ટ અને વનડે ટીમનો કેપ્ટન રોહિત શર્મા છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા સામે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં રોહિત ખુબ જ ઓછા સ્કોર પર આઉટ થયો હતો. ફોર્મ પાછું મેળવવા રોહિતે રણજી ટ્રોફીમાં રમવાનો (Rohit Sharma in Ranji Trophy) નિર્ણય કર્યો હતો, પરંતુ રણજી મેચમાં પણ રોહિત ફ્લોપ રહ્યો. રોહિત ઉપરાંત ટીમ ઇન્ડિયાના બીજા સ્ટાર બેટર્સ પણ રણજીમાં ફ્લોપ રહ્યા છે.
રોહિતના ચાહકો નિરાશ:
રોહિત શર્માએ છેલ્લે નવેમ્બર 2015માં રણજી મેચ રમી હતી, આજે ગુરુવારે લગભગ 10 વર્ષ પછી રણજી મેચ રમવા માટે મેદાનમાં ઉતાર્યો. ચાહકોને રણજી ટ્રોફીમાં રોહિત શર્મા પાસેથી ઘણી અપેક્ષાઓ હતી, પરંતુ રોહિત શર્મા 19 બોલમાં માત્ર 3 રન બનાવીને આઉટ થઈ ગયો. રોહિતે ફરી ચાહકોને નિરાશ કર્યા છે.ગુરુવારે મુંબઈના BKC ગ્રાઉન્ડ પર રોહિત મુંબઈની ટીમ તરફથી જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં રોહિત શર્મા યશસ્વી જયસ્વાલ સાથે ઓપનીંગ કરવા ઉતર્યો ત્યારે, લોકો તેને તાળીઓ સાથે તેને વધાવી લીધો હતો.
જમ્મુ અને કાશ્મીરના બોલર ઉમર નઝીરના આઉટસાઈડ-ઓફ બોલને રોહિતે લેગ સાઈડ પર રમવાનો પ્રયાસ કર્યો પરંતુ લીડિંગ એજ અડી, પીકે ડોગરાએ કેચ પકડી લીધો. જમ્મુ અને કાશ્મીરના ખેલાડીઓએ જોરદાર સેલિબ્રેશન કર્યું.
યશસ્વી જયસ્વાલ પણ ફેઈલ:
રોહિત શર્મા ઉપરાંત, આ મેચમાં તેની સાથે ઓપનિંગ કરવા આવેલો યશસ્વી જયસ્વાલ પણ ફેઈલ ગયો. તે જયસ્વાલ માત્ર 4 રન બનાવી શક્યો. રોહિત શર્માને ઉમર નઝીરે આઉટ કર્યો હતો, જ્યારે આકિબ નબીએ જયસ્વાલની વિકેટ લીધી.
આ જોડી ટેસ્ટ મેચમાં ઓપનર ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ પણ કરે છે. બંનેને ઓછા સ્કોર પર આઉટ કરીને, જમ્મુ અને કાશ્મીરે સારી શરૂઆત કરી છે. બંને બેટ્સમેન આઉટ થતાં જ મેદાનમાં આવેલા ચાહકો બહાર નીકળી ગયા. લોકો રોહિત અને જયસ્વાલને બેટિંગ કરતા જોવા માટે આવ્યા હતાં, પરંતુ નિરાશ થઇને પરત ફર્યા.
Also read:રણજીમાં મુંબઈ એક દાવથી જીતવાની તૈયારીમાં
શુભમન ગિલ પણ સસ્તામાં આઉટ:
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલે કર્ણાટક vs પંજાબ મેચમાં, ભારતીય નંબર 3 બેટર શુભમન ગિલ પણ અઢી વર્ષથી વધુ સમય પછી રણજી ટ્રોફીમાં રમ્યો, તેણે પણ ચાહકોને નિરાશ કર્યા. પંજાબ તરફથી રમતા ગિલે માત્ર 4 બનાવીને આઉટ થયો હતો.
રિષભ પંત પણ ફ્લોપ રહ્યો:
રાજકોટમાં સૌરાષ્ટ્ર સામે દિલ્હીની મેચમાં ઋષભ પંત 10 બોલમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. પંતને ચેમ્પિયન્સ ટ્રોફી ટીમમાં સ્થાન મળ્યું છે અને આવતા મહિને ઇંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વનડે શ્રેણીમાં રમશે, ત્યારે તેના ફોમ પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
શ્રેયસ ઐયર:
મુંબઈ તરફથી રમી રહેલા જમ્મુ અને કાશ્મીર સામેની મેચમાં શ્રેયસ ઐય્યરે શરૂઆતમાં એક ચોગ્ગો અને એક છગ્ગો ફટકાર્યો પણ સાત બોલમાં માત્ર 11 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. મુંબઈની ટીમની છ વિકેટ પહેલાથી જ પડી હતી ત્યારે શ્રેયસે બેદરકારી ભર્યો શોટ રમ્યો અને આઉટ થયો.
રવિન્દ્ર જાડેજા:
રવીન્દ્ર જાડેજાએ અત્યાર સુધીમાં દિલ્હી સામે 2 વિકેટ લીધી છે. તેણે સનત સાંગવાન અને યશ ધૂલને આઉટ કર્યા.ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બેટિંગ ચિંતાનો વિષય:આવતા મહીને ICC ચેમ્પિયન્સ ટ્રોફી શરુ થઇ રહી છે, એ પહેલા ટીમના બેટર્સનું ફોર્મ ચિતાનો વિષય છે.
ભારતીય ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની પહેલી મેચ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમશે. આ મેચ પહેલા ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રમ મેચની વનડે સિરીઝ રમશે. આ દરમિયાન ટીમના બેટર્સનું ફોર્મ કેવું રહે છે તેના પર સૌની નજર છે.