₹5ની કે ₹5,000ની સોનાના વરખવાળી, કઈ ઈડલી વધારે સ્વાદિષ્ટ? ઇન્ફ્લુએન્સરે કર્યો રસપ્રદ પ્રયોગ
બેંગાલુરુ: બજારમાં અલગ અલગ રેસ્ટોરન્ટમાં એક જ વાનગીના ભાવ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે એવી માનસિકતા હોય છે કે જેમ ભાવ વધારે તેમ વાનગીની ગુણવત્તા અને સ્વાદ વધુ સારો હોય છે. પરંતુ, શું હંમેશા એવું હોય છે? એક કન્ટેન્ટ ક્રિએટરે એક રસપ્રદ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ યુઝર કેસી પરેરાએ રોડ સાઈડ સ્ટોલ પર ₹5 ની સાદી ઇડલીથી શરૂ કરીને અને વૈભવી હોટેલમાં ₹5,000 ની સોના વરખ વા ઇડલી ટેસ્ટ કરી અને રેટિંગ (Idli coast ₹5 to ₹5,000) આપ્યું. જેના પરિણામો રસપ્રદ રહ્યા, સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે અને યુઝર્સ આ અંગે ચર્ચા કરી રહ્યા છે.
₹5 ની ઈડલીથી શરૂઆત કરી:
ઇન્સ્ટાગ્રામ યુઝર્સ કેસી પરેરાએ વીડિયો શેર કરતા લખ્યું, “હું પહેલી વાર (ઈડલી સાથે) સોનું ખાઈ રહ્યો છું.” વિડીયોમાં જોવા મળે છે કે કેસી શરૂઆતમાં રસ્તાની બાજુમાં આવેલી દુકાનમાં જાય છે અને ₹5 માં એક ઈડલી ખરીદીને ટેસ્ટ કરે છે, ત્યાર બાદ તે બેંગલુરુના પ્રખ્યાત રામેશ્વરમ કાફેમાં જાય છે અને, જ્યાં તે ₹50માં ઈડલી ખાય છે.
વૈભવી હોટેલ્સમાં ઈડલી:
કેસી તાજ હોટેલમાં ₹500 માં ઇડલી ઓર્ડર કરે છે અને ટેસ્ટ કરે છે અને છેલ્લે તે એક મહેલ જેવી શાનદાર હોટેલમાં ₹5000ની કિંમતની ઈડલી આરોગે છે, જેના પર 23-કેરેટ સોનાનો વરખ ચડાવેલો હોય છે. આ ઈડલી દેખાવમાં ખુબ આકર્ષક લાગે છે, આ ઈડલીની એક જ બાઈટ ખાઈને કેસી જે રીએક્શન આપે છે એ જોવા જેવું છે.
Also read:
અલગ અલગ ઈડલીઓને કેસીએ આપેલું રેટિંગ:
અલગ અલગ જગ્યાએ અલગ અલગ કિંમતની ઈડલી ટેસ્ટ કરીને કેસી 10 પોઈન્ટ્સમાંથી રેટિંગ આપે છે. કેસી ₹5ની ઈડલીને 9.7 રેટિંગ આપે છે, ₹50ની ઈડલીને 7.2 રેટિંગ આપે છે, ₹5૦૦ની ઈડલીને 4.2 રેટિંગ આપે છે. ત્યાર બાદ વારો આવે છે ₹5,000ની સોનાના વરખ વાળી ઈડલીનો, કેસીનું એક બટકું ખાઈને મોઢું બગાડે અને કહે છે ‘નો, આ ઈડલી જોઈએ ના ખાવી જોઈએ.’ કેસી ₹5,000ની ઈડલીને કોઈ રેટિંગ આપ્યા વગર ખુરશી પરથી ઉભો થઇ જતો રહે છે.
સોશિયલ મીડિયા પર ચર્ચા:
એક યુઝરે કેસનીના વિડીયો પર કમેન્ટ કરી કે, “ઇડલી, ઢોસા, ઉપમા વગેરે હંમેશા રસ્તાની બાજુની નાની હોટલમાં જ સૌથી સ્વાદિષ્ટ હોય છે અને મોટી હોટલમાં સૌથી ખરાબ હોય છે. કારણ? મોટી હોટલોમાં ખીરા (બેટર) સહીત કાચા માલને કે જથ્થાબંધ રીતે તૈયાર કરે છે અને તેને ફ્રિજમાં મૂકી રાખે છે. નાની હોટલોમાં ફ્રીજ હોતું નથી, તેથી તેઓ દરરોજ તાજું બેટર તૈયાર કરે છે.” એક યુઝરે લખ્યું, “5000 રૂપિયામાં ઇડલી વેચવી એ ગુનો હોવો જોઈએ છે, ભલે તે સેવન-સ્ટાર હોટેલ હોય.”