ટોપ ન્યૂઝનેશનલમહારાષ્ટ્ર

વડા પ્રધાન મોદીએ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ અને બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ પાઠવી; જાણો શું કહ્યું

નવી દિલ્હી: આજે દેશના મહાન સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી (Subhash Chandra Bose birth anniversary) છે, આ દિવસને પરાક્રમ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વડા પ્રધાન મોદી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ આપી છે. આ ઉપરાંત વડા પ્રધાને શિવ સેનાના સ્થાપક બાળ ઠાકરેને પણ તેમની જન્મ જયંતી (Bala Thackrey birth anniversary) પર યાદ કર્યા.

સુભાષ ચંદ્ર બોઝનું યોગદાન અનન્ય:
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની એક પોસ્ટમાં વડા પ્રધાન મોદીએ લખ્યું કે, ‘આજે, પરાક્રમ દિવસ નિમિત્તે, હું નેતાજી સુભાષ ચંદ્ર બોઝને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. ભારતની આઝાદી માટેની ચળવળમાં તેમનું યોગદાન અનન્ય રહ્યું. તેઓ હિંમત અને ધીરજનું પ્રતીક છે, તેમનું વિઝન આપણને પ્રેરણા આપે છે અને અમે તેમના દ્વારા કલ્પના કરાયેલા ભારતનું નિર્માણ કરવા માટે અમે સતત કામ કરી રહ્યા છીએ.’

બીજી એક પોસ્ટમાં, વડા પ્રધાન મોદીએ જણાવ્યું કે તેઓ સવારે 11:25 વાગ્યે પરાક્રમ દિવસ કાર્યક્રમમાં પોતાનો સંદેશ શેર કરશે. તેમણે કહ્યું, ‘આ દિવસ આપણી ભાવિ પેઢીઓને પડકારોનો સામનો કરવા માટે સુભાષ બાબુની જેમ હિંમત અપનાવવા પ્રેરણા આપે.’

નોંધનીય છે કે મોદી સરકારે વર્ષ 2021 માં નેતાજી સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસ 23 જાન્યુઆરીને પરાક્રમ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો…Parakram Diwas 2025: ભારતીય ઇતિહાસના મહાનાયક નેતાજીની જન્મજયંતિ….જાણો તેનો ઇતિહાસ, મહત્વ

બાળ ઠાકરેને શ્રદ્ધાંજલિ પાઠવી:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ શાહે મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા અને શિવસેનાના સ્થાપક બાળ ઠાકરેને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. તેમને શ્રદ્ધાંજલિ આપતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ ક્યારેય તેમના સિદ્ધાંતો સાથે સમાધાન ન હતું કર્યું.

બાળ ઠાકરેને યાદ કરતા, વડા પ્રધાન મોદીએ X પર લખ્યું, “મહારાષ્ટ્રના લોકોના કલ્યાણ અને વિકાસ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા માટે તેમને યાદ આપવામાં આવે છે અને માન આપવામાં આવે છે. જ્યારે તેમના રાજકારણની વાત આવે છે ત્યારે તેઓ ક્યારેય સમાધાન કરતા ન હતાં અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધારવા યોગદાન આપતા રહ્યા.”

બાળ ઠાકરેને યાદ કરતા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લખ્યું કે કે તેઓ જીવનભર સનાતન સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રથમની વિચારધારાને સમર્પિત રહ્યા. તેમણે હંમેશા રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખ્યું અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ક્યારેય પોતાના સિદ્ધાંતો સાથે સમાધાન કર્યું નહીં. તેમની વૈચારિક દૃઢતા હંમેશા પ્રેરણાદાયક રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button