ટૂંક સમયમાં થશે ‘Oscar’ એવોર્ડ નોમિનેશનની જાહેરાત; એકેડમીએ કરી મોટી જાહેરાત
મુંબઈ: ફિલ્મ રસિકો દર વર્ષે આતુરતાથી ઓસ્કાર એવોર્ડની રાહ જોતા હોય છે, 97મા ઓસ્કાર એવોર્ડની સેરેમની 2 માર્ચ, 2025 ના રોજ યોજાશે. આ વર્ષે યોજાનારા ઓસ્કાર એવોર્ડ્સ માટે નોમિનેશન હજુ જાહેર કરવામાં આવ્યા (97th academy awards nomination) નથી. અગાઉ17 જાન્યુઆરીના રોજ નોમિનેશન જાહેર થવાના હતાં, પરંતુ તેને મુલતવી રાખવામાં આવ્યા હતાં. એકેડેમીએ સોશિયલ મીડિયા પર નોમિનેશન અંગે મોટી જાહેરાત કરી છે.
આ સમયે થશે જાહેરાત:
એકેડેમી દ્વારા સોશિયલ મીડિયા પર માહિતી શેર કરવામાં આવી છે કે રશેલ સેનોટ અને બોવેન યાંગ દ્વારા નોમિનેશનની જાહેરાત કરવામાં આવશે. આજે એટલે કે 23 જાન્યુઆરીના રોજ પેસિફિક ટાઈમ ઝોન મુજબ, સવારે 5:30 વાગ્યે અને ઇસ્ટર્ન ટાઈમ મુજબ, સવારે 8:30 વાગ્યે નોમીનેશન જાહેર કરવામાં આવશે.
ક્યાં જોઈ શકાશે?
એકેડેમીના જણાવ્યા મુજબ, ‘તમે તેને Oscar.com, Oscars.org, ABC, Hulu, Disney+ અને એકેડેમીના TikTok, YouTube, Instagram અને Facebook પર સ્ટ્રીમ કરવામાં આવશે.’
Also read: 11 ભારતીયોને ઓસ્કાર એકેડમી તરફથી મળ્યું આમંત્રણ
એન્જલસ ફાયરની અસર:
ઓસ્કાર નોમિનેશનની જાહેરાત અગાઉ 17 જાન્યુઆરીના રોજ થવાની હતી, પરંતુ લોસ એન્જલસમાં લાગેલી વિનાશક આગને કારણે તેને રદ કરવામાં આવ્યો હતો. બુધવારે રાત્રે લોસ એન્જલસમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય ફીચર શોર્ટલિસ્ટ સ્ક્રીનિંગને વિકએન્ડ સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. 11 જાન્યુઆરીએ LA અને ન્યુ યોર્ક સિટીમાં યોજાનાર લોસ એન્જલસ સાઉન્ડ બ્રાન્ચ બેક-ઓફ અને મેકઅપ આર્ટિસ્ટ અને હેરસ્ટાઇલિસ્ટ બ્રાન્ચ બેક-ઓફ રદ કરવામાં આવ્યા હતાં. ઓસ્કાર સેરેમની 2 માર્ચ, 2025 ના રોજ યોજાશે. કોનન ઓ’બ્રાયન ઓસ્કાર સમારોહનું સંચાલન કરશે.