અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતેઃ 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આવશે
અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ ફરી એકવાર ગુજરાતની મુલાકાત આવશે. ઉત્તરાયણ સમયે ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા બાદ અમિત શાહ આજે અમદાવાદ અને સુરતની મુલાકાતે આવશે. અમદાવાદના GMDC મેદાનમાં આયોજીત હિન્દુ આધ્યાત્મિક મેળા સહિત અમદાવાદના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં એક જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના અલગ-અલગ કાર્યક્રમોની વચ્ચે અમિત શાહ બપોરે સુરત પહોંચશે. અહીં ડુમસ રોડ પર આવેલી મહાવીર હોસ્પિટલમાં નિર્માણ કરાયેલા સેનેટોરિયમના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
અમિત શાહના 23મી જાન્યુઆરીના કાર્યક્રમો
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેઓ નાગરિકોને રૂ. 651 કરોડનાં વિકાસકામોની ભેટ આપશે. માહિતી અનુસાર, ઝુંડાલમાં રૂ. 100 કરોડનાં આઇકોનિક રોડનું લોકાર્પણ કરશે. ઉપરાંત, થલતેજ વોર્ડમાં રૂ. 13 કરોડમાં શિલજ તળાવનું લોકાર્પણ કરશે.
ચેનપુર અન્ડરપાસને ખુલ્લો મૂકશે
Also read: અમદાવાદમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન થઇ શકશે! અમિત શાહે વડનગરથી કરી મોટી જાહેરાત
આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન બોડકદેવ વોર્ડમાં રૂ. 3.35 કરોડનાં ખર્ચે બનાવેલું વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કરશે. હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવસ અને 12 દુકાનોનું કોમ્યુટરરાઈઝ ડ્રો અને લોકાર્પણ કરવામાં આવશે. તેમજ ઘણા સમયથી રાહ જોવાતી એવા ચેનપુર અન્ડરપાસને પણ ખુલ્લો મૂકવામાં આવશે. આ સિવાય, રાણીપ ખાતે અમિત શાહ જાહેર સભાને સંબોધિત કરશે.
સવારથી સાંજ સુધીના કાર્યક્રમોની માહિતી |
---|
સવારે 10:30 કલાકે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા આયોજીત મેળાનો શુભારંભ, સ્થળ ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ. |
બપોરે 01:30 કલાકે, શ્રી બાબુલાલ રૂપચંદ શાહ મહાવીર કેન્સર હોસ્પિટલ અને શ્રી ફુલચંદ જયકિશનદાસ વખારિયા સેનેટોરિયમના લોકાર્પણ, સ્થળ મહાવીર હોસ્પિટલ, સેન્ટ્રલ મોલની પાછળ, સુરત. |
બપોરે 03:45 કલાકે AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ડી-કેબીન LC241 અંડરપાસનું લોકાર્પણ, સ્થળ ડી-કેબીન બસ સ્ટેશન પાસે, સાબરમતી, અમદાવાદ |
સાંજે 04:00 કલાકે AMC અને રેલ્વે વિભાગના સંયુક્ત ઉપક્રમે નવનિર્મિત ચેનપુર LC2 અંડરપાસનું લોકાર્પણ, સ્થળ ચેનપુર રેલ્વે ક્રોસિંગ પાસે, ન્યુ રાણીપ |
સાંજે 4:15 કલાકે જળસંચય અભિયાન અંતર્ગત રાણીપ વોર્ડની અદ્વૈત સોસાયટીમાં પરકોલેટીંગ વેલ બનાવવાના કામનું ખાતમૂહૂર્ત, સ્થળ રાધાસ્વામી રોડ, રાણીપ |
સાંજે 4:25 કલાકે AMCના રાણીપ વોર્ડના પ્રબોધરાવળ બ્રીજથી કાળીગામ ગરનાળા સુધી RCC બોક્ષ ડ્રેઈન કરવાના કાર્યનું ખાતમુહૂર્ત, સ્થળ રાધાસ્વામી રોડ, રાણીપ |
સાંજે 5:45 કલાકે CIMS રેલ્વે ઓવરબ્રીજના અંડરસ્પેસમાં AMC દ્વારા નવનિર્મિત રમતગમત સંકુલનું લોકાર્પણ, સ્થળ CIMS રેલવે ઓવરબ્રીજ, CIMS હોસ્પિટલ પાસે, થલતેજ, અમદાવાદ |