માંડ માંડ બચ્યો આ જાણીતા દિગ્ગજ અભિનેત્રીનો જીવ, ખુદ પોસ્ટ શેર કરીને આપી માહિતી…
બોલીવૂડના જાણીતા દિગ્ગજ અદાકારા ઝિન્નત અમાન (Zinnat Aman)ને ખાસ કોઈ પરિચયની આવશ્યતા નથી અને એક્ટ્રેસના ફેન્સ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પોતાની એક્ટિંગથી લોકોના દિલોમાં રાજ કરનારા ઝિન્નત અમાન સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. ખુદ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આ ઘટનાની માહિતી શેર કરી હતી. ઝિન્નત અમાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે કઈ રીતે ગઈકાલે રાતે તેમનો જીવ બચી ગયો હતો.
આ પણ વાંચો: જાજરમાન અભિનેત્રી ઝીનત અમાન આ ફિલ્મથી કરશે કમબેક
ઝિન્નત અમાને શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે આજે હું અંધેરી ઈસ્ટમાં આવેલા એક સ્ટુડિયોમાં આખો દિવસ શૂટ કરીને ઘરે પાછી ફરી. ઘરે પાછા ફરીને સૂતા પહેલાં મેં મારી બ્લડ પ્રેશરની દવા ખાધી, પરંતુ આ સમયે બીપીની ગોળી ખાઈને પાણી પીધું પણ આ ગોળી મારા ગળામાં ફસાઈ ગઈ. વારંવાર પાણી પીવા છતાં પણ દવા ગળામાં જ ફસાયેલી રહી હતી. આ દકમિયાન મારો શ્વાસ ઓલમોસ્ટ રૂંધાઈ ગયો હતો અને મને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી રહી હતી.
આ પણ વાંચો: Amitabh Bachchanની આ હીરોઈનના પ્રેમમાં હતો Abhishek Bachchan, પૂછ્યો હતો એવો સવાલ કે…
પોસ્ટમાં એક્ટ્રેસે આગળ એવું પણ જણાવ્યું હતું તે ન તો હું ગોળીને ગળી શકતી હતી કે ન તો થૂંકી શકતી હતી. મેં ઘણું પાણી પીધું પરંતુ ગોળી ગળાથી નીચે ઉતરી નહોતી. આ સમયે ઘરે કોઈ જ નહોતું અને હું થોડી ડરી ગઈ હતી. મેં ડોક્ટરને ફોન કર્યો પણ તેમનો નંબર સતત વ્યસ્ત આવી રહ્યો હતો આખરે મેં મારા દીકરા જ્હાનને બોલાવ્યો. તે આ સમયે ઘરની બહાર હતો, તે પાછો આવ્યો ત્યાં સુધી મારી હાલત ખરાબ થઈ હતી.
એક્ટ્રેસનો દીકરો જહાન મમ્મીને લઈને ડોક્ટર પાસે પહોંચ્યો અને ત્યારે ડોક્ટરે જણાવ્યું કે આ ગોળી ધીરે ધીરે જાતે જ ઓગળી જશે. આગામી થોડા કલાકો સુધી એક્ટ્રેસે ગરમ પાણી પીવાની સલાહ પણ ડોક્ટરોએ આપી હતી અને આખરે ગોળી ઓગળી ગઈ અને હાલમાં ઝિન્નત અમાનની હેલ્થ સારી હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
વર્કફ્રન્ટની વાત કરીએ તો ઝિન્નત અમાન ટૂંક સમયમાં જ મનિષ મલ્હોત્રાના શો બન ટિક્કીમાં જોવા મળશે. આ ઉપરાંત તેઓ નેટફ્લિક્સના સીરિઝ ધ રોયલ્સમાં પણ જોવા મળશે.