ખેડૂત આંદોલન મુદ્દે સુપ્રીમ કોર્ટે સુનાવણી મોકૂફ રાખીઃ દલ્લેવાલની તબિયતમાં સુધારો
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે(Supreme Court)આમરણાંત ઉપવાસ કરી રહેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાની બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ આ અંગેની વધુ સુનાવણી ફેબ્રુઆરીના અંત સુધી મુલતવી રાખી હતી. આ અંગે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેમને વિરોધ સ્થળથી નજીક બનાવવામાં આવેલી કામચલાઉ હોસ્પિટલમાં જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમજ તેમની તબિયતના સુધારો થઇ રહ્યો છે. જ્યારે કેન્દ્ર સરકારે પણ જણાવ્યું હતું કે સરકારના પ્રતિનિધિઓ 14 ફેબ્રુઆરીએ ખેડૂતો સાથે વાતચીત કરશે.
આ પણ વાંચો: Supreme Court એ ખેડૂત આંદોલન મુદ્દે દાખલ અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર
આમરણાંત ઉપવાસના લીધે મેડિકલ સારવારની જરૂર હતી
પંજાબના પટિયાલા રેન્જ ડીઆઈજી મનદીપ સિંહ સિદ્ધુ અને એસએસપી ડૉ. નાનક સિંહ ના સમજાવ્યા બાદ ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ રવિવારે આમરણાંત ઉપવાસ પૂર્ણ કર્યા હતા. તેમને તબીબી સારવાર આપવામાં આવી રહી છે. આમરણાંત ઉપવાસના લીધે મેડિકલ સારવારની જરૂર હતી
કેન્દ્ર સરકાર 14 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે બેઠક કરશે
જોકે, તેની બાદ તેમના સમર્થનમાં આમરણાંત ઉપવાસ પર બેઠેલા 121 ખેડૂતોએ પણ જ્યુસ પીને ઉપવાસ છોડ્યા હતા. કેન્દ્ર સરકાર 14 ફેબ્રુઆરીએ વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે બેઠક કરશે.જોકે, ખેડૂત નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી લઘુત્તમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટી ન મળે ત્યાં સુધી તેઓ તેમનો વિરોધ ચાલુ રાખશે.
26 નવેમ્બર 2024થી આમરણાંત ઉપવાસ પર હતા
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકાર પાસે પાકના લઘુત્તમ ટેકાના ભાવ માટે કાનૂની ગેરંટીની માંગ સાથે 26 નવેમ્બર 2024થી ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ સાથે ખેડૂતોના એક જૂથે ખાનૌરી સરહદ પાસે આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. દલેવાલ અને તેમના સમર્થકો ખાનૌરી સરહદ પર આમરણાંત ઉપવાસ પર હતા. તેમના સ્વાસ્થ્ય અંગે પણ સુપ્રીમ કોર્ટે પણ ચિંતા વ્યક્ત કરી હતી. જોકે, 13 ફેબ્રુઆરી 2024 થી શંભુ અને ખાનૌરી બોર્ડર પર ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે.જ્યારે સુરક્ષા દળોએ ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરવાની મંજૂરી આપી ન હતી. જેમાં અનેક વાર ઘર્ષણ પણ થયું હતું,