નેશનલ

મહાકુંભની મોનાલિસા જેવી જ મારકણી આંખોવાળી આ ક્રિકેટર-પત્નીની તસવીર વાઇરલ થઈ છે

પ્રયાગરાજઃ મધ્ય પ્રદેશના સૌથી સ્વચ્છ શહેર ઇન્દોરમાંથી પોતાના પરિવાર સાથે પ્રયાગરાજના મહાકુંભમાં રુદ્રાક્ષની માળા વેચવા આવેલી મોનાલિસા નામની યુવતી હાલમાં ખૂબ ચર્ચામાં છે. સુંદરતા માટે અને ખાસ કરીને ખૂબસૂરત આંખો બદલ તે સોશિયલ મીડિયામાં ખૂબ ફેમસ થઈ ગઈ છે અને ઘણા તેને વાઇરલ ગર્લ તરીકે પણ ઓળખાવે છે. મોનાલિસા જેવા જ મોહક લુકમાં એક જાણીતા ક્રિકેટરની પત્ની પણ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલી આ ક્રિકેટર-પત્નીના લૂકની ખૂબ પ્રશંસા થઈ રહી છે. જોકે એ પાછળનું કારણ જૂદું છે. આ ક્રિકેટર-વાઇફની વાત વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા કે કે. એલ. રાહુલની પત્ની આથિયા શેટ્ટીની નથી, પણ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનની પત્ની સાગરિકા ઘાટગેની છે. સાગરિકા અનેક ફિલ્મો તથા વેબ સિરીઝોમાં કામ કરી ચૂકી છે. તે ઘણા સમયથી સ્ક્રીનથી દૂર રહી હતી, પણ હવે અભિનયની દુનિયામાં પાછી આવી રહી છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાની નવી ફિલ્મમાંનું લૂક શૅર કર્યું છે જેમાં તેની આંખો બિલકુલ મોનાલિસા જેવી લાગે છે.

Also read: એવું તે શું થયું કે Mukesh Ambani અને Nita Ambani મહાકુંભને બદલે અમેરિકા જશે?

એમાં સાગરિકાનો દેખાવ ગામડાંની યુવતી જેવો છે. સાગરિકાએ ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટની કૅપ્શનમાં નવી ફિલ્મ વિશે નર્વસનેસ તેમ જ ઉત્સાહ બન્ને વ્યક્ત કર્યા છે. એપ્રિલ, 2017માં ઝહીર ખાને ટવિટર ઍકાઉન્ટ પર જાહેર કર્યું હતું કે તેણે સાગરિકા ઘાટગે સાથે સગાઈ કરી છે. નવેમ્બર, 2017માં બન્નેએ લગ્ન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button