મનોરંજન

બ્લેક ડ્રેસમાં આ સ્ટારકિડે બતાવ્યો બોલ્ડ અંદાજ

મુંબઈઃ હિન્દી ફિલ્મોની તુલનામાં સોશિયલ મીડિયા પર સ્ટારકિડ પોતાના બોલ્ડ અંદાજને બતાવવામાં પીછેહઠ કરી રહ્યા નથી, જેમાં જાહન્વી હોય કે અનન્યા પાંડે કે ન્યાસા દેવગન કે પછી સુહાના ખાન. વેલ, બોલીવૂડના કિંગ શાહરૂખ ખાન ગૌરી ખાનની દીકરી હજુ સુધી ફિલ્મોમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેના સોશિયલ મીડિયા પરના સ્ટાઈલિશ આઉટફીટને લઈ ફેન ફોલોઈંગ કરોડોમાં પહોંચી ગઈ છે. સુહાના ખાનની દરેક હરકતની સોશિયલ મીડિયા પર અચૂક નોંધ લેવાય છે, તેમાંય વળી તેના બોલ્ડ ફોટોગ્રાફ તો રીતસર ઈન્ટરનેટ પર ગરમી વધારી દે છે.

જો માન્યામાં આવતું ન હોય તો તાજેતરમાં સુહાના ખાને બ્લેક બોલ્ડ ડ્રેસનું ફોટોશૂટ કરાવ્યું હતું. આ તસવીરમાં તે મિરર ઈમેજમાં બોલ્ડ લૂકમાં સુહાના જોવા મળે છે, જ્યારે કેપ્શનમાં ફક્ત બ્લેક હાર્ટ શેપનો ઈમોજી મૂક્યો છે. તેના ગ્લેમર અંદાજે ઈન્સ્ટાગ્રામ પરના ચાહકોએ નોંધ લીધી છે, જેમાં ગણતરીના કલાકોમાં લાખો લોકોએ લાઈક કરી છે, જ્યારે હજારો લોકોએ કમેન્ટ કરી છે. સુહાનાની બેસ્ટફ્રેન્ડ અનન્યા પણ તેના ફોટોથી આકર્ષાઈને ઉફફફ લખી નાખ્યું હતું.

બ્લેક ડ્રેસ સિવાય બીજા બ્લેક એન્ડ ફ્લાવર પ્રિન્ટના ડ્રેસવાળી તસવીર પણ શેર કરી છે, જેમાં લખ્યું છે, ઓલ સ્માઈલ્સ. ત્રણેક ફોટોગ્રાફ શેર કર્યા છે, પરંતુ તેના બોલ્ડ ફિગરની પણ યૂઝરે નોંધ લીધી છે. કેમેરા સામે ન્યૂડ મેકઅપ અને ખુલ્લા વાળ અને સિમ્પલ જ્વેલરીમાં સુહાનાના કિલર લૂક પર ઓવારી ગયા છે.

અન્ય સ્ટારકિડના માફક સુહાનાએ બોલીવુડમાં પર્દાપણ કર્યું નથી, પરંતુ સોશિયલ મીડિયામાં ચર્ચામાં છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જોયા અખ્તરની ધ આર્ચીઝથી બોલીવુડમાં ડેબ્યુ કરી શકે છે. આ ફિલ્મમાં જોવા મળ્યા પછી કદાચ તે અન્ય ફિલ્મોમાં જોવા મળી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button