થાણેની શાળામાં છ વર્ષની બાળકીને ફૂટપટ્ટીથી ફટકારી: ડાન્સ ટીચર સામે ગુનો
થાણે: થાણેમાં આવેલી ખાનગી શાળામાં છ વર્ષની બાળકીને સ્ટીલની ફૂટપટ્ટીથી ફટકારવા બદલ ડાન્સ ટીચર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કાપુરબાવડી વિસ્તારમા આવેલી શાળામાં 15 જાન્યુઆરીએ આ ઘટના બની હતી, જેમાં બાળકીને ઇજા થઇ હતી. શાળાએ વાર્ષિક સમારંભના કાર્યક્રમો માટે વિદ્યાર્થીઓને તાલીમ આપવા માટે 32 વર્ષના ટીચરને રાખ્યો હતો. 15 જાન્યુઆરીએ આરોપી ટીચરે બાળકીને પૂછ્યું હતું કે તે ગઇ કાલે શાળામાં કેમ આવી નહોતી. બાદમાં ડાન્સની પ્રેક્ટિસ દરમિયાન તેણે સ્ટીલની ફૂટપટ્ટીથી બાળકીને ફટકારી હતી.
Also read: થાણેમાં નાળામાંથી શખસનો મૃતદેહ મળ્યો
કાપુરબાવડી પોલીસ સ્ટેશનની ઇન્સ્પેક્ટર વૈશાલી ગોરડેએ જણાવ્યું હતું કે બાળકીની માતાએ આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે ડાન્સ ટીચર વિરુદ્ધ સોમવારે જુવેનાઇલ જસ્ટિસ (કૅર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ પ્રકરણે તપાસ ચાલી રહી છે, એમ પણ ેગોરડેએ કહ્યું હતું. (પીટીઆઇ)