સરપંચ હત્યામાં સંડોવાયેલા લોકો માટે શિંદેએ મૃત્યુદંડની માગણી કરી; કહ્યું કે કોઈને પણ બક્ષવામાં નહીં આવે
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ બુધવારે કહ્યું હતું કે સરપંચ સંતોષ દેશમુખની હત્યા કેસમાં સંડોવાયેલા લોકોને બક્ષવામાં આવશે નહીં, અને તેમણે આ ‘ક્રુર’ ગુના માટે આરોપીઓને મૃત્યુદંડની સજાની માગણી કરી હતી.
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ દેશમુખનું નવમી ડિસેમ્બરે અપહરણ કરીને હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેમણે વિસ્તારમાં પવનચક્કી પ્રોજેક્ટ ચલાવતી ઊર્જા કંપનીને નિશાન બનાવીને ખંડણી ઉઘરાવવાના પ્રયાસનો પ્રતિકાર કર્યો હતો.
આ પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસના નિર્ણયોથી એકનાથ શિંદે નારાજ! શું 20 વિધાનસભ્યો સત્તારૂઢ ગઠબંધનમાંથી તૂટશે?
હત્યાના કેસમાં રાજકીય ગરમાવો આવ્યો કારણ કે એનસીપીના પ્રધાન ધનંજય મુંડેના નજીકના સાથી વાલ્મિક કરાડની સરપંચ હત્યા કેસ સાથે જોડાયેલા ખંડણી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈમાં પત્રકારોને સંબોધતાં, ડેપ્યુટી સીએમ શિંદેએ સરપંચની હત્યાને ‘ખૂબ જ કમનસીબ’ ગણાવી અને ન્યાયની માગણી કરી હતી. ‘વાલ્મિક કરાડ હોય કે અન્ય કોઈ, કેસમાં સંડોવાયેલા એક પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. આવા જઘન્ય હત્યા માટે મૃત્યુદંડ સિવાય બીજી કોઈ સજા નથી,’ એમ તેમણે કહ્યું હતું