બે પત્ની અને એક પ્રેમિકા વચ્ચે ફસાયેલા યુવકનો આખરે થયો આવો અંજામઃ જાણવા જેવો કિસ્સો
હમ તો ડૂબે સનમ તુમકો ભી લે ડૂબે…આવું આપણે ઘણીવાર હળવી વાતોમાં બોલતા હોય છે, પરંતુ એવા ઘણા કિસ્સા બને છે જેમાં એક કે બે વ્યક્તિના આંધળુકિયા પગલાંએ કેટલાયના જીવન બરબાદ કર્યા હોય. આ કિસ્સો બિહારનો છે, પરંતુ લગ્નને મજાક સમજનારા અને ગમે ત્યારે દિલ દઈ બેઠતા તમામ સ્ત્રી-પુરુષોની આંખ ઉઘાડનારો છે.
બિહારના સમસ્તીપુર રેલવે કારખાના પાસેથી એક પુરુષ અને સ્ત્રી અર્ધમરેલી હાલતમાં પોલીસને મળ્યા હતા અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં પુરુષનું મોત થયું જ્યારે મહિલાની હાલત પણ ગંભીર છે. આ કેસની જ્યારે તપાસ કરવા પોલીસ ગઈ ત્યારે તેમના હોશ ઊડી ગયા.
આ પુરુષની ઓળખ ગણેશ પાસવાન (28) તરીકે થઈ અને મહિલા ગુડ્ડી દેવી હોાવનું બહાર આવ્યું. ગણેશ પાસવાન નજીકના વિભૂતિ થાણા ક્ષેત્રમાં જ રહે છે અને ગુડ્ડી પણ તેની થોડે નજીક આવેલા એક ગામડામાં રહે છે. જોકે બન્ને અહીં ન હતા મળ્યા પરંતુ ગણેશ બેંગલોર ખાનગી કંપનીમાં નોકરી કરતો ત્યાં મળ્યા હતા.
ગણેશ અને ગુડ્ડીને પ્રેમ તો થયો પણ…
ગણેશ અને ગુડ્ડી મળ્યા તો ખરા અને પ્રેમમાં પણ પડ્યા પરંતુ બન્ને પરણેલા છે. આટલું જ નહીં ગણેશને એક નહીં બે પત્ની છે અને બન્ને ગામડામાં રહે છે. એક પત્નીથી તેને એક પુત્ર અને એક પત્નીથી તેને એક પુત્ર અને પુત્રી છે. જ્યારે બીજી બાજુ ગુડ્ડીને પણ બે બાળકો છે.
એક દિવસ ગુડ્ડી પતિને છોડી બે બાળકો સાથે ગણેશના ઘરે પહોંચી ગઈ અને લગ્ન કરવાની જીદ કરી. બન્ને વચ્ચે ઝગડો થયો અને ગણેશે ઝેર પી લીધું અને ગુડ્ડીને પણ પાયું. બન્ને રેલવે પાસે જીવ દેવા આવ્યા હશે, પરંતુ ગણેશની હાલત ખરાબ થઈ અને તે બન્ને ટ્રેક પાસે જ પડેલા પોલીસને મળ્યા હતા.
આ પણ વાંચો : હવે આવશે શુભ મૂહુર્તઃ કમૂરતા ઉતરતા વાગશે લગ્નના ઢોલઃ જાણો ક્યારે છે શુભ મૂહુર્ત…
હવે ગુડ્ડીને હોશ આવશે અને પોલીસ તપાસ કરશે જ્યારે સત્ય બહાર આવશે, પરંતુ ગણેશનો જીવ ગયો છે અને સાથે બે પત્ની અને ત્રણ સંતાને પિતા ખોયો છે.
લગ્ન એક ખૂબ જ પવિત્ર સંબંધ છે અને સાથે મોટી જવાબદારી છે. ભારતીય હિન્દુ એક્ટ અનુસાર બે પત્ની રાખી શકાતી નથી, પરંતુ હજુ પણ પુરુષો આ રીતે બે પત્ની રાખે છે અને બન્ને મહિલાઓના ભાવનાઓ સાથે રમે છે અને આ ત્રણેય વચ્ચે સૌથી વધારે પિસાઈ છે બાળકો. આ બાળકો માતા-પિતાના તણાયેલા સંબંધોનો ભોગ બને છે અને તેમના મન પર અને સાાજિક જીવન પર આની અસર વર્ષો સુધી રહે છે.