ઊઈ અમ્માઃ 19 વર્ષની રાશા પર ભારે પડી ગઈ 41 વર્ષની અભિનેત્રી, જૂઓ વીડિયો
અખિયો સે ગોલી મારે અને તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત જેવા સુપરહીટ ડાન્સ સિકવન્સ આપનારી અભિનેત્રી રવિના ટંડનની દીકરી રાશા થડાની હાલમાં ચર્ચમાં છે. રાશાની ડેબ્યુટન્ટ ફિલ્મ આઝાદ થિયેટરોમાં ચાલી રહી છે. ફિલ્મને તો સારો પ્રતિસાદ નથી મળ્યો, પણ રાશા ભારે લોકપ્રિયતા મેળવી રહી છે. એક તો રાશા ઘણી સુંદર લાગી રહી છે અને બીજું તેનો ડાન્સ ઘણો જ પસંદ કરવામાં આવી રહ્યો છે. બિરંગે અને ખાસ કરીને ઊઈ અમ્મા ગીત પર તેનો ડાન્સ લાખોમાં વ્યુઅર્સ મેળવી રહ્યો છે.
જોકે રાશાને જબરજસ્ત ટક્કર આપે તેવો ડાન્સ અભિનેત્રી ગોહર ખાને કર્યો છે. તેની આ ઈન્સ્ટા રીલ જોઈને માત્ર તેના ફેન્સ નહીં પણ બોલીવૂડ સ્ટાર્સ પણ આફરીન પોકારી ગયા છે. તેનાં જેવી જ હૉટ અને સુપર ડાન્સર મલાઈકા અરોરાએ તેને વખાણી છે તો ઐશ્વર્યા રાયની ભાભી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર શ્રીમા રાયે પણ રિએક્ટ કર્યું છે.
Also read: ગૌહર ખાનના પુત્રના બર્થ-ડે પાર્ટીના રંગમાં પડ્યો ભંગ, બીએમસીએ કર્યું….
ગૌહર હાલમાં યુ ટ્યૂબ પર સરગૂન મહેતા અને રવિ દુબેના એક શૉમાં ભાગ લઈ રહી છે. તેણે આ શૉમાં જે સાડી પહેરી છે તે સાડીમાં જ તેણે કેઝ્યુઅલી જ સ્ટેપ્સ કર્યા છે, પણ તેનાં એક્સપ્રેશન્સ એટલા એપ્ટ છે કે તમે વારંવાર તેને જોવા લાગશો. ગુલાબી સાડી અને આકાશી રંગના બ્લાઉઝમાં ગૌહર મસ્ત દેખાઈ જાય છે. એક દીકરાની મા ગૌહર નવી ખિલેલી રાશા પર ભારે પડી હોય તેમ લાગે છે. મલાઈકાએ રેડ હાર્ટ ઈમોજી આપી રિએક્ટ કર્યું છે તો શ્રીમાએ આંખમાં બે રેડ હાર્ટ બતાવી રિએક્ટ કર્યુ છે. સોશિયલ મીડિયા યુઝર્સ તેને ફાયર કહી રહ્યા છે. ફિલ્મ આઝાદનું આ ગીત અમિતાભ ભટ્ટાચાર્યએ લખ્યું છે અને મધુમતી બાગચીએ ખૂબ જ સરસ ગાયું છે. અમિત ત્રિવેદીએ ફિલ્મને સંગીત આપ્યું છે. તમે પણ જૂઓ વીડિયો અને અમને કહો કે તમને કોણ વદારે ગમે છે. જોકે રાશાએ ડેબ્યુ આર્ટિસ્ટ તરીકે ઘણી સારી નામના મેળવી છે, પરંતુ હજુ મમ્મીની જેમ અભિનેત્રી તરીકે નામ કમાવવાનું બાકી છે.