Mahakumbh: કુંભમાં હાર્ટ એટેકથી આશરે 100થી વધુ શ્રદ્ધાળુના બચાવાયા જીવ
નવી દિલ્હી: હાલ આસ્થા અને ભક્તિના સંગમ સમાન મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. જેમાં સહભાગી થવા માટે કરોડો લોકો ઉમટ્યા છે. આ દરમિયાન મહાકુંભમાં સ્વાસ્થ્ય સેવાઓનો પણ પ્રસંશાપાત્ર છે. મહાકુંભમાં 100થી વધુ લોકોને હાર્ટ-અટેક આવ્યા હતા, જેમાં તેનો જીવ બચાવી લેવામાં આવ્યો છે. તે ઉપરાંત 500 થી વધુ નાના ઓપરેશન સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. આ દરમિયાન જ સેન્ટ્રલ હોસ્પિટલે 1,70,727 બલ્સ ટેસ્ટ કરવામાં આવ્યા અને લાખથી પણ વધારે દર્દીઓને ઓપીડી સેવાઓ આપવામાં આવી છે.
મહાકુંભ મેડિકલ ફાઉન્ડેશનના નોડલ ઓફિસર ડૉ. ગૌરવ દુબેએ જણાવ્યું હતું કે આ વખતે મહાકુંભની અંદર આરોગ્ય સેવાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા અહી આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.
મહાકુંભમાં ભારત અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને અત્યાધુનિક તકનીકી સાથે સારવાર મળી રહી છે. તેમણે તાજેતરના એક કેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે મધ્યપ્રદેશના બે શ્રદ્ધાળુઓને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને આથી તેઓને તાત્કાલિક સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ICUમાં સારવાર આપવામાં આવી હતી. આ બંને દર્દીઓ માટે ECG કરવામાં આવ્યું અને તાત્કાલિક અસરકારક સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર બાદ બંને શ્રદ્ધાળુઓની હાલત સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ હતી.
અત્યાધુનિક 10 બેડનું આઈસીયુ
આ દરમિયાન હનુમાનગંજના નિવાસી 105 વર્ષીય બાબા રામ જેન દાસને પેટમાં દુખાવો શરૂ થયું હતું. તેમને પણ સેન્ટ્રલ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા અને તેનો સફળતાપૂર્વક ઈલાજ કરવામાં આવ્યો હતો. ડો. દુબેએ જણાવ્યું હતું કે વડીલો અને ગંભીર બીમારીના દર્દીઓ માટે સારવાર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત હોસ્પિટલમાં ગંભીર કેસ માટે અત્યાધુનિક 10 બેડનું ICU પણ છે, જે દર્દીઓને ઉચ્ચતમ સ્તરની સંભાળ પૂરી પાડે છે.
આ પણ વાંચો : મહાકુંભમાં પહોંચ્યો ‘હેરી પોટર’? વાઈરલ વીડિયોથી ચાહકો ચોંકી ગયા…
AI-આધારિત કેમેરાનો ઉપયોગ
હોસ્પિટલોમાં દર્દીઓની દેખરેખ રાખવા માટે AI-આધારિત કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનાથી તેમની સ્થિતિનું સચોટ અને ઝડપી ટ્રેકિંગ શક્ય બને છે. આ ટેકનોલોજી દ્વારા ડોકટરોને તાત્કાલિક માહિતી મળી રહે છે અને તેઓ દર્દીઓને સમયસર સારવાર આપી શકે છે.
તેમણે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે સેન્ટ્રલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ દર્દીને માત્ર સારવાર જ નથી આપવામાં આવતી, પરંતુ ઘરે જતા પહેલા હોસ્પિટલ દ્વારા તેમને સંપૂર્ણ સારવાર અને સલાહ પણ આપવામાં આવે છે.