Isha Ambaniના લગ્નમાં પણ Radhika Merchantએ આ રીતે લૂંટી હતી લાઈમલાઈટ…
અંબાણી પરિવાર (Ambani Family)ની ગણતરી દુનિયાના સૌથી ધનવાન પરિવારોમાં કરવામાં આવે છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે આ પરિવાર વિશે ના જાણતી હોય. અંબાણી પરિવારની જ કેટલીક એવી મોમેન્ટ્સ હોય છે કે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ જતી હોય છે. હાલમાં પરિવારની છોટી બહુરાની એટલે કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant)નો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નણંદ ઈશા અંબાણી (Isha Ambani)ના લગ્નમાં રાધિકાનો અનોખો લૂક જોવા મળી રહ્યો છે. આવો જોઈએ ઈશાના લગ્નમાં રાધિકાનો કેવો હતો લૂક-
આ પણ વાંચો: Isha Ambani નહીં પણ અંબાણી પરિવારની આ મહિલા છે Mukesh Ambaniનું લકી ચાર્મ…
સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીનો આ વાઈરલ થઈ રહેલો વીડિયો છ વર્ષ જૂનો છે. વીડિયો ઈશા અંબાણી (Isha Ambani)ના લગ્નનો છે અને રાધિકાએ આ સમયે ઈશાના લગ્નમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર બંનેના લૂકની ખાસ્સી એવી ચર્ચા થઈ હતી. વીડિયોમાં રાધિકા આકાશ અને અનંત અંબાણીની પાછળ જોવા મળી રહી છે.
નણંદના લગ્નમાં રાધિકાએ આઈવરી લહેંગો પહેર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. એટલું જ નહીં ઈશા અંબાણીની એન્ટ્રી સમયે રાધિકા, અને શ્લોકા મહેતા ઈશાનો હાથ પકડીને સાથે ચાલતી જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર અંબાણી પરિવારનો આ વીડિયો ખાસ્સો વાઈરલ થયો હતો. જ્યારે ઈશા અંબાણીના લગ્ન થયા એ સમયે રાધિકા 24 વર્ષની હતી. રાધિકા આ વીડિયોમાં સિમ્પલ લૂકમાં જોવા મળી હતી અને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
આ પણ વાંચો: Viral Video: જામનગર ખાતે અંબાણી પરિવારની વહુ Radhika Merchantએ કર્યું કંઈક એવું કે…
ફેન્સ રાધિકાના લૂકનાખૂબ જ વખાણી રહ્યા છે. 2024માં જ રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન થયા હતા. આ લગ્નમાં દેશ-વિદેશથી મહેમાનોએ હાજરી આપી હતી. હજારો-કરોડ રૂપિયાના ખર્ચે થયેલાં આ લગ્નની નોંધ વિદેશી મીડિયાએ પણ લીધી હતી. હાલમાં જ રાધિકા મર્ચન્ટે અંબાણી પરિવાર સાથે ગુજરાતના જામનગર ખાતે મકર સંક્રાંતિની ઊજવણી કરી હતી. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…