અમદાવાદઆમચી મુંબઈ
પશ્ચિમ રેલવે અમદાવાદ અને મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ) અમદાવાદ-મુંબઈ-અમદાવાદ કોરિડોરમાં વધતા પેસેન્જર ટ્રાફિકને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ અમદાવાદ-મુંબઈ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. પશ્ચિમ રેલવે પ્રવાસીઓ સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ સ્ટેશનો વચ્ચે ખાસ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છે.
ટ્રેન નં. 09462/09461 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (૨ ટ્રિપ)
- અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નં. 09462) 24 જાન્યુઆરી, 2025 શુક્રવારના રોજ અમદાવાદથી 10.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 04.20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
- બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (ટ્રેન નંબર 09461 25 જાન્યુઆરી, 2025, શનિવારના રોજ બાંદ્રા ટર્મિનસથી 05:35 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે બપોરે 1.45 વાગ્યે અમદાવાદ પહોંચશે.
- આ ટ્રેન બંને દિશામાં વડોદરા, ઉધના, વલસાડ, વાપી, દહાણુ રોડ અને બોરીવલી સ્ટેશનો પર હોલ્ટ રહેશે. આ ઉપરાંત, આ ટ્રેનમાં એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસના કોચ હશે.
- ટ્રેન નંબર 09462 અને 09461 માટે બુકિંગ આજથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અંગે વિગતવાર માહિતી માટે પ્રવાસીઓ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.