Stock market: Zomatoમાં 44,600 કરોડનું ધોવાણ, આગળ શું?
નિલેશ વાઘેલા
મુંબઇ: કોર્પોરેટ પરિણામની મોસમ ચાલી રહી છે અને શેરલક્ષી કામકાજની ધમાલ પણ ચાલી રહી છે. જોકે બજારમાં પરિણામને આધારે તર્કસંગત અને અસંગત ચાલ પણ જોવા મળે છે. નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના નબળા પરિણામને કારણે ઝોમેટોનું માર્કેટ કેપિટલાઈ ઝેશન રૂપિયા ૪૪,૬૨૦ કરોડના ધોવાણ સાથે રૂપિયા ૨,૦૧,૮૮૫ કરોડની સપાટીએ નોંધાયું છે.
નિરાશાજનક પરિણામો પછી ઝોમેટોનો શેર 5.1 ટકાના કડાકા સાથે રૂપિયા ૨૦૩.૮૦ની સપાટીએ પટકાયો હતો.
બજારના સાધનો અનુસાર ચોખ્ખા નફામાં 57 ટકાના વાર્ષિક ધોરણના ઘટાડાની રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર પડી હતી. તેના ક્વિક-કોમર્સ યુનિટ બ્લિંકિટની વિસ્તરણ યોજનાઓ હોવા છતાં કંપનીએ ખોટ સહન કરવાનું ચાલુ રાખ્યું છે. આ સંદર્ભે બ્રોકરેજિસે મિશ્ર રેટિંગ આપ્યું હતું, જેમાં રૂ. 130 થી રૂ. 320 સુધીના લક્ષ્યાંક હતા. વિશ્લેષકો ઝોમેટોને સ્પર્ધાત્મક દબાણ અને ધીમી વૃદ્ધિ વચ્ચે નફાકારકતામાં સુધારો કરવાનું સૂચન કરે છે.
Also read: Stock Market opening: શેરબજાર રિકવરી પર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો વધારો
ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોનો શેર બુધવારે બીએસઈ પર પાંચ ટકાથી વધુ કડાકા સાથે રૂ. 203.80 પર સુધી ગગડ્યો હતો. આજનો કડાકો આ શેરમાં છેલ્લા ત્રણ ટ્રેડિંગ સેશનમાં કુલ 18.1 ટકાનો તોતિંગ ઘટાડો દર્શાવે છે. બજારના નિષ્ણાતો અનુસાર કંપનીના નાણાકીય વર્ષ ૨૦૨૫ના ત્રીજા ત્રિમાસિક સમયગાળાના નબળા પરિણામને કારણે તેના શેરના ભાવમાં આ તીવ્ર ઘટાડો થયો છે. ઉપરાંત તેના ઝડપી-વાણિજ્ય એકમ, બ્લિંકિટમાં ધીમી વૃદ્ધિ અને વધતા નુકસાન અંગે પણ રોકાણકારોને ચિંતા છે. જાણકાર સાધનો અનુસાર નફામાં ઘટાડા અને ખોટ છતાં કંપની બ્લિંકિટમાં વિસ્તરણ યોજનામાં આગળ વધવા માંગે છે અને ૨૦૨૬ને સ્થાને ૨૦૨૫માં બ્લિંકિટના સ્ટરની સંખ્યા ૨૦૦૦ સુધી પહોચાડવા માંગે છે!