તમારા આધાર કાર્ડનો ખોટો ઉપયોગ તો નથી થઇ રહ્યો ને! આવી રીતે જાણો
આધાર કાર્ડ સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજમાંથી એક છે. આજના સમયમાં કોઇ પણ કામ માટે આધાર કાર્ડ બહુ જ જરૂરી બની ગયું છે. બેંકીંગથી લઇને સીમ કાર્ડ ખરીદવો હોય કે રેલવે પાસ કઢાવવો હોય, હોટલ બુકીંગ માટે એમ દરેક જગ્યાએ આધાર કાર્ડ જરૂરી બની ગયું છે. આધાર કાર્ડ જ તમારી ઓળખ બની ગયું છે. આધાર કાર્ડ માં 12 અંકનો એક નંબર હોય છે જે દરેક વ્યક્તિના આધાર કાર્ડમાં અલગ અલગ હોય છે. આ નંબર ઘણો મહત્વનો છે. જો આ યુનિક આઇડી કાર્ડનો દુરૂપયોગ થાય તો તમને ભારે મુસીબત થઇ શકે છે. તમે તો જાણતા જ હશો કે કેટલાક ફ્રોડ કરનારાઓ આ 12 અંકના યુનિક આઇડી કાર્ડનો દુરૂપયોગ કરી ફ્રોડ કરી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી કરી શકે છે. એટલા માટે જ તમારે તમારું આધાર કાર્ડ સુરક્ષિત રાખવું અને છેતરપિંડીથી બચવું મહત્વનું છે.
છેતરપિંડી કરનારાઓ તમારા આધાર કાર્ડનો દુરૂપયોગ કરી શકે છે. તેથી જો તમે જાણવા માગો છો કે તમારા સિવાય અન્ય કોઇ તો તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી રહ્યું છે કે નહીં એ ઓનલાઇન જાણી શકો છો. UIDAI એ આધાર કાર્ડની સુરક્ષા માટે ઓનલાઇન સેવાઓ રાખી છે.
તમે તમારા આધાર કાર્ડના ખોટા ઉપયોગ વિશે આ રીતે તપાસી શકો છોઃ- |
---|
તમે myAAdhaar પોર્ટલ પર જઇને આધાર કાર્ડનો ઉપયોગ ક્યાં થયો છે તે જાણી શકો છો. UIDAIએ આ માટે સુવિધા આપી છે. |
1) સૌથી પહેલા myAAdhaar પોર્ટલ પર જાઓ. |
2) તમારો આધાર કાર્ડ નંબર નાખો અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર આવેલા ઓટીપીની મદદથી લોગઇન કરો |
3) અહીં તમે તમારા આધાર નંબરનો ઇતિહાસ તપાસી શકો છો. |
4) જો કંઇ વસ્તુ તમને શંકાસ્પદ લાગે તો તુરંત UIDAIને ફરિયાદ કરો |
5) તમે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1947 પર કોલ કરીને કે help@uidai.in પર ઇમેઇલ દ્વારા ફરિયાદ કરી શકો છો. |
Also read: આધારકાર્ડને આધારે નવરાત્રી મંડળોમાં પ્રવેશ આપવાની માગણી
તમે UIDAI વેબસાઇટ પર બાયોમેટ્રિક ડેટા લોક કરવાની સુવિધાનો ઉપયોગ કરી બાયોમેટ્રિક ડેટા લોક કરી શકો છોઃ- |
---|
આ માટે તમારે UIDAIની વેબસાઇટ પર જ જવું પડશે. |
તેમાં લોક/અનલોક આધાર પર ક્લિક કરો |
તેમાં આપેલી સૂચનાઓ બરાબર વાંચો અને એ મુજબ અમલ કરો |
તમારું વર્ચ્યુઅલ આઇડી, નામ, પીનકોડ, કેપ્ચા કોડની વિગતો ભરો અને ઓટીપી મોકલવા જણાવો |
તમારા મોબાઇલ પર આવેલો ઓટીપી એન્ટર કરો અને બાયોમેટ્રિક ડેટા લોક કરી દો. |
નોંધનીય છે કે તમે બાયોમેટ્રિક ડેટા લોક કર્યા બાદ તમને જરૂર પડે ત્યારે અનલોક પણ કરી શકો છો, એટલે તમારે આ વિશે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. બાયોમેટ્રિક ડેટા લોક કરવાથી અન્ય કોઇ વ્યક્તિ તમારો બાયોમેટ્રિક ડેટા મેળવી શકશે નહી અને તમારું આધાર કાર્ડ સુરક્ષિત થઇ જશે અને તમે પણ આધાર કાર્ડ આધારિત થતા ફ્રોડનો શિકાર થવામાંથી બચી જશો.