પાંચ દિવસ એકદમ ફીટઃ શિવસેનાના નેતા સંજય નિરુપમની ટ્વીટે ઘણાને વિચારતા કર્યા
મુંબઈઃ અભિનેતા સૈફ અલી ખાન પરના હુમલામાં એક તરફ રોજ નવા ખુલાસા થાય છે તો બીજી બાજુ શિવસેનાના નેતા સંજય નિરુપમે નવો જ ટ્વીસ્ટ આપ્યો છે. સૈફ પર 16મી જાન્યુઆરીની અડધી રાત્રે હુમલો થયો હતો અને ગઈકાલે બપોરે તેને બાન્દ્રાની લીલાવતી હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો. જ્યારે તેને ડિસ્ચાર્જ મળ્યો ત્યારે અભિનેતાએ હૉસ્પિટલની બહાર પાપારાઝીને પોઝ આપતા દેખાયો અને તેના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા. વીડિયોમાં સૈફ કમ્ફર્ટેબલી ચાલતો દેખાય છે, તેના ગળા પાસે પટ્ટી છે, પણ તે હાથ વેવ કરતો દેખાય છે, તેના ચહેરા અને ચાલમાં ફીટનેસ છે. તેને આટલો ફ્રેશ જોઈને એક વર્ગ છે જે તેની સ્પિરીટના વખાણ કરી રહ્યો છે, જ્યારે શિવસેનાના નેતા સંજય નિરુપમે એક ટ્વીટ કરી સૌને વિચારતા કરી દીધા છે.
નિરુપમે સવાલ કર્યો છે કે જીવનું જોખમ હોય તે રીતે ઘાયલ થયેલો સૈફ પાંચ દિવસમાં આટલો ફીટ કઈ રીતે થઈ શકે. તેમણે લખ્યું છે કે ડોકટરોના કહેવા અનુસાર પીઠમાં 2.5 ઈંચા ચાકુ ઘુસી ગયું હતું. જેનો કટકો અંદરથી મળ્યો. છ કલાક ઑપરેશન ચાલ્યું ને પાંચ દિવસમાં અભિનેતા આટલો ફીટ થઈ બહાર આવ્યો, કમાલ છે. તેમણે કટાક્ષ કરી ખરેખર સૈફ પરના હુમલાની ઘટનામાં શું છે તેવો સવાલ કર્યો છે.
Also read:સૈફ અલી ખાન હુમલો કેસઃ શંકાસ્પદની પોલીસે કરી અટકાયત
સંજય નિરુપમ કૉંગ્રેસના સાંસદ રહી ચૂક્યા છે અને ગત ચૂંટણી પહેલા તેઓ એકનાશ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. જોકે તેઓ સ્પષ્ટવક્તા તરીકે જાણીતા છે. સૈફ પર તેના ઘરમાં જ હુમલો થયાની વાત હજુ ઘણાને પચતી નથી અને આ સાથે ઘણી બબાતો વિરોધાભાસી પણ લાગે છે. જોકે હાલમાં તો પોલીસે એક બાંગ્લાદેશી આરોપીને પકડ્યો છે અને ચોરીના આશયથી સૈફના ઘરે ગયાની કબૂલાત તેણે કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.