હાથમાં થેલો અને સિમ્પલ સાડીમાં મહાકુંભ પહોંચ્યા આ અબજોપતિ મહિલા અને યોગી સરકાર પર ઓવારી ગયા
પ્રયાગરાજઃ રાજ્યસભાના સાંસદ અને સામાજિક કાર્યકર સુધા મૂર્તિએ તાજેતરમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહા કુંભમેળામાં ભાગ લેવા પહોંચ્યા છે. તેમણે પવિત્ર ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું. તેમણે પૂર્વજોને તર્પણ કરીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરી હતી. તેઓ અહીં ત્રણ દિવસ માટે રોકાવાના છે આ દરમિયાન તેમણે મહાકુંભમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ માટે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ભરપૂર પ્રશંસા કરી હતી અને તેમને ભગવાન લાંબી આવરદા આપે એવી પ્રાર્થના કરી હતી…
સુધા મૂર્તિ એ રાજનીતિ, સમાજ સેવા અને બિઝનેસની દુનિયામાં એક આગવુ નામ છે. તેમની સાદગી અને સરળતા દુનિયાભરમાં જાણીતી છે. તેઓ અને તેમના પતિ નારાયણ મૂર્તિ અબજોપતિ ઉદ્યોગપતિ છે. નારાયણ મૂર્તિ ઇન્ફોસીસના સહસ્થાપક છે. આટલી બધી સંપત્તિના માલિક હોવા છતાં પણ તેઓ સાદુ જીવન જીવવામાં માને છે. તાજેતરમાં જ સુધા મૂર્તિ પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા તે સમયે તેમની સાદગીનું એક વધુ એક ઉદાહરણ લોકો સમક્ષ રજૂ થયું હતું. તેમની પાસે હાથમાં નાનકડો થેલો હતો, જે તેમણે ખભા પર લટકાવી રાખ્યો હતો. ધનકુબેરો સામાન્ય રીતે તેમના ધનનું પ્રદર્શન કરવામાં માને છે જ્યારે સુધા મૂર્તિ સાદગીમાં માને છે. કોઈપણ અબજોપતિઓના શો-બિઝ અને દેખાડા કરતા આ તદ્દન અલગ જ રીત હતી.
Also read:મહાકુંભ મેળામાંથી ઘરે આવીને કરજો આટલું કામ, થશે સૌભાગ્યમાં વૃદ્ધિ
સુધા મૂર્તિએ જણાવ્યું હતું કે તેમને માટે આ ઘણો જ ખાસ પ્રસંગ છે કે તેઓ મહાકુંભનો ભાગ બની રહ્યા છે મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી થઈ રહ્યું છે અને તેઓ તેમાં ભાગ લઈને ઘણા જ ઉત્સાહિત અને ખુશ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના દાદા દાદી અહીં આવી શક્યા ના હોવાથી તેમના નામ પર તર્પણ કરાવવાનું તેમને જરૂરી લાગ્યું હતું. તેઓ અહીં ત્રણ દિવસ રોકાવાના છે. સંપત્તિની વાત કરીએ તો સુધા મૂર્તિના પતિ નારાયણ મૂર્તિની સંપત્તિ લગભગ 5 અબજ ડોલર છે, છતાં પણ આ કપલ સાદું જીવન જીવે છે.
સુધા મૂર્તિએ એક વાર જણાવ્યું હતું કે તેમણે છેલ્લા 30 વર્ષમાં તેમની કમાણીથી ક્યારેય નવી સાડી ખરીદી નથી. તેઓ હંમેશા સાદી સાડી પહેરે છે. સુધા મૂર્તિએ કાશીની મુલાકાત દરમિયાન એવી પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ જે વસ્તુઓને પ્રેમ કરે છે, તેને છોડી દેશે. તેમને સાડી ઘણી પસંદ હતી, પણ તેમણે તે છોડી દીધી. તેમણે છેલ્લા 30 વર્ષમાં તેમની કમાણીથી ક્યારેય નવી સાડી ખરીદી નથી. તેમની મોટા ભાગની સાડીઓ ભેટ મળેલી છે.